વાપીઃ તાલુકામાં ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભાગૃહમાં વાપીની કેશવજી ભારમલ સુમરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ દ્વારા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે રમત-ગમતક્ષેત્રે કોલેજનું નામ રોશન કરવા બદલ અને વર્ષ દરમિયાન કોલેજે મેળવેલી અનેક સિદ્ધિઓની ઝાંખી રજૂ કરતા આ એન્યુલ ડે ફંક્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોલેજે રાજ્યકક્ષાએ અને યુનિવર્સિટી લેવલે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ કૃતિઓ રજૂ કરી હતી.
વાપીની કોમર્સ કોલેજ દ્વારા વાર્ષિક દિનની ઉજવણી, મેમ્બરના હસ્તે વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત - ભારમલ સુમરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ
વાપીમાં ચણોદ વિસ્તારમાં આવેલા કેશવજી ભારમલ સુમરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ દ્વારા સોમવારે વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોલેજના ટ્રસ્ટીઓ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બરના હસ્તે યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્રિયકક્ષાએ રમત-ગમતમાં કોલેજનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

અભ્યાસ સાથે રમત-ગમતમાં રાજ્ય, રાષ્ટ્રીય અને યુનિવર્સીટીકક્ષાએ ઝળકેલી કોલેજે ઉજવ્યો વાર્ષિક દિન
અભ્યાસ સાથે રમત-ગમતમાં રાજ્ય, રાષ્ટ્રીય અને યુનિવર્સીટીકક્ષાએ ઝળકેલી કોલેજે ઉજવ્યો વાર્ષિક દિન
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મયુર ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કોલેજની સરાહના કરી કોલેજમાં જે રીતે અભ્યાસની સાથે રમત-ગમત ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવે છે. તે બદલ અભિનંદન પાઠવ્યા હતાં. કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી એ. કે. શાહે પણ કોલેજના ઉત્કૃષ્ઠ દેખાવ બદલ કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, શિક્ષકોને અભિનંદન પાઠવી કોલેજ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી.