ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીમાં ગાયમાં જોવા મળ્યા હડકવાના લક્ષણ, પાલિકાની ટીમે ગાયન પકડી સારવાર આપી - valsad rural news

પારડીના વલસાડ ઝાંપા વિસ્તારમાં ગાંડી તુર બનેલી એક ગાય લોકોને જોઈને દોડતી હતી. આ વિસ્તારના માર્ગો પરથી આવતા જતા કેટલાક લોકોને ગાયે ઇજા પહોંચાડી હતી. જેને પગલે બજારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. જો કે ઘટનાની જાણકારી પારડી નગરપાલિકામાં કરવામાં આવતા નગરપાલિકાની ટીમ દ્વારા સ્થાનિક લોકો તેમજ ગૌ-રક્ષકોને બોલાવી સતત એક કલાકની ભારે જહેમત બાદ ગાયને પકડી લેવામાં આવી હતી. જે બાદ તેને સારવાર આપવાની કામગીરી શરૂ કરાઇ છે.

પારડીમાં ગાયમાં જોવા મળ્યા હડકવાના લક્ષણ
પારડીમાં ગાયમાં જોવા મળ્યા હડકવાના લક્ષણ

By

Published : Jan 7, 2021, 5:23 PM IST

  • પારડીમાં હડકાયેલા કૂતરાએ રખડતા ઢોરને ભર્યા બચકા
  • હડકાયેલા કૂતરાએ ભરેલા બચકાની અસર ગાયોમાં જોવા મળી
  • રખડતી ગાયના રાહદારીઓ બોગ બન્યા
  • બે રાહદારીને અડફતે લેતા ઈજાઓ પહોંચી

વલસાડઃ પારડી નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હડકાયેલા કુતરાએ આતંક મચાવ્યો હતો. આ હડકાયેલા કૂતરાએ રખડતાં પશુઓને બચકા ભરી લીધા હતા. જે પૈકી બે ગાયોને કૂતરાએ બચકા ભરતા બંને ગાયને હડકવા ઉપડ્યો હતો. આ હડકાયેલા કૂતરા દ્વારા ભરવામાં આવેલા બચકાથી ગાયોમાં પણ હડકવાની અસર જોવા મળી હતી. આથી માર્ગ ઉપરથી જતા આવતા લોકોને જોઈ શીંગડા મારવા દોડતી હતી. તો કેટલાક લોકોને ગાયોએ ઇજા પહોંચાડી પણ હતી.

પારડીમાં ગાયમાં જોવા મળ્યા હડકવાના લક્ષણ,

પારડી વલસાડી ઝાંપા વિસ્તારમાં રાહદારીઓ ભોગ બન્યા

પારડી વલસાડ વિસ્તારમાં ગાંડી બનેલી એક ગાયે માર્ગ ઉપરથી આવતા જતા લોકોને પોતાની અડફેટમાં લીધા હતા. બાઈકચાલકો, રાહદારી મહિલાઓ અને યુવાનો તમામ લોકોને ગાંડી બનેલી ગાયએ પોતાના શીંગડા મારવા માટે દોડતી હતી. જેમાં એક યુવાનને માર્ગ ઉપરથી જતાં હડફેટે લીધો હતો. આ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પાલિકાની ટીમે અને ગૌરક્ષકોએ ગાયને પકડી લીધી

સ્થાનિક લોકોએ ઘટના અંગેની જાણકારી પારડી નગરપાલિકાની ટીમ કેટલાક માણસો અને સ્થાનિક ગૌરક્ષકના યુવકોને લઈને ગાયને પકડવા માટે પહોંચ્યા હતા. ગૌરક્ષકો અને નગરપાલિકાની ટીમની સતત એક કલાકની જહેમત બાદ ગાંડી તુર બનેલી આ ગાયને પકડવામાં સફળતા મળી હતી. જે બાદ તેને દોરડા વડે બાંધીને ડોક્ટર પાસે સારવાર અપાવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, પારડીમાં પાલિકા વિસ્તારમાં અનેક રખડતા ઢોરો ફરી રહ્યા છે. આ અગાઉ પણ કેટલાક નગરજનોએ પારડી પાલિકાને રખડતા ઢોરોને પાંજરાપોળમાં મુકવાની રજૂઆત કરી હતી. પરંતુ પાલિકાએ આ બાબતે કોઈ તસ્દી ન લેતાં હવે આ સમસ્યાનો ભોગ નગરજનોને બનવું પડે છે.

ABOUT THE AUTHOR

...view details