ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરાડા તાલુકામાં 7 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન વધતા જઈ રહેલા કોરોનાના કેસને ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતો દ્વારા અંતરિયાળ ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને કપરાડા ગ્રામ પંચાયત દ્વારા પણ સાત દિવસનું લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જો આ લોકડાઉનમાં કોઈ દુકાન ખુલ્લી રાખતાં પકડાશે તો તેવા સમયે દસ હજાર રૂપિયાનો ગ્રામ પંચાયત દ્વારા દંડ કરવામાં આવશે.

કપરાડા ગામ
કપરાડા ગામ

By

Published : Apr 17, 2021, 10:52 AM IST

Updated : Apr 17, 2021, 1:40 PM IST

  • કોરોના સંક્રમણને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયા
  • 18\4\21થી 25\4\21 સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરાશે
  • કપરાડા ગ્રામ પંચાયત દ્વારા જાહેરાતપત્ર બહાર પાડવામાં આવ્યું

વલસાડ : જિલ્લા સહિત ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ ધીરે-ધીરે વધતા જતા કોરોના સંક્રમણને લઈને દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કપરાડા ગ્રામપંચાયત દ્વારા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

કપરાડા ગામ

આ પણ વાંચો : સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ

લોકડાઉનનું ઉલ્લંઘન કરશે તો 10 હજારનો દંડ કરવામાં આવશે

કપરાડા ગ્રામ પંચાયત દ્વારા આગામી તારીખ 18\4\ 21થી તારીખ 25\4\21 સુધી સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો આ લોકડાઉન દરમિયાન કોઈપણ લોકડાઉનનું ઉલ્લંઘન કરશે અને તેમ કરતા પકડાશે તો તેવા લોકો સામે 10 હજારનો દંડ કરવામાં આવશે.

આ પણ વાંચો : ખેડા જિલ્લાના વિવિધ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન


લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ કરતા પૂર્વે ગ્રામ પંચાયત કે જેતે વિભાગની મંજૂરી લેવી

કપરાડા ગ્રામ પંચાયત દ્વારા સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, બહાર પાડવામાં આવેલા આ જાહેરાતપત્રમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ અન્ય પ્રસંગ આયોજન કરનારાએ ગ્રામ પંચાયત કે જે તે વિભાગની જરૂરી મંજૂરી મેળવવાની રહેશે. 100 કરતાં વધુ વ્યક્તિ ભેગા ન થાય તેની કાળજી રાખવાની રહેશે. SOPનું પાલન કરવાનું રહેશે.

Last Updated : Apr 17, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details