ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભા ચૂંટણીઃ કપરાડા બેઠક પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અપક્ષ માંથી લડશે ચૂંટણી

વિધાનસભા ચૂંટણીમાં કપરાડા બેઠક પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અપક્ષથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે હાલ કપરાડા રાજકારણ ગરમાયુ છે.

valsad
valsad

By

Published : Sep 25, 2020, 9:17 AM IST

વલસાડઃ આગામી દિવસમાં આવી રહેલી કપરાડા 181 બેઠકની ધારાસભ્યની ચૂંટણી માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે ઉમેદવારો નક્કી કરવા માટેની ગણતરીઓ ચાલી રહી છે. ઉમેદવારો માટે પાંચથી છ જેટલા નામોની હોડ લાગી છે. ત્યારે આવા સમયમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા પ્રકાશ પટેલે ધારાસભ્યની ચૂંટણી માટે અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેને પગલે કપરાડા તાલુકાનું રાજકારણ ફરીથી ગરમાયું છે.

કપરાડા બેઠક પર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખની અપક્ષથી ચૂંટણી લડવાની જાહેરાત
2015માં એક ધાર્મિક કાર્યક્રમમાં પોતે રાજકારણમાંથી સન્યાસ લઇ લેવાની જાહેરાત કરનાર પ્રકાશ પટેલ પાંચ વર્ષ બાદ ફરીથી રાજકારણમાં ધારાસભ્યની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી કરશે. ગુરુવારે વિધિવત રીતે તેમણે જાહેરાત કરી છે. જેને પગલે કપરાડાનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે, આગામી દિવસમાં આવી રહેલી કપરાડા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જીતુભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં હજુ પણ ચાર જેટલા ઉમેદવારો ટિકિટ મેળવવા માટે હોડમાં લાગ્યા છે. જેમાં હરેશભાઇ પટેલ, બાબુભાઈ વોરઠા અને વસંત પટેલ જેવા નામો ચર્ચામાં છે, પરંતુ હજુ સુધી કોઈના નામ ઉપર કોંગ્રેસ દ્વારા કળશ ઢોળવામાં આવ્યો નથી. હજુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂર્વ તૈયારી ચાલી રહી છે. ત્યારે અચાનક પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રકાશ પટેલ દ્વારા ચૂંટણી અપક્ષમાંથી લડવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રકાશ પટેલે જણાવ્યું કે, તેઓ જીત માટે નહીં કે ન હાર માટે તેઓ માત્ર મતદારોને ખોટી રીતે ભરમાવી વોટ લઈ જતા ઉમેદવારોની સત્ય હકીકતથી વાકેફ કરવા અને કપરાડાને આદિવાસી કહેતા લોકો કપરાડાના વિકાસને જોઈ આદિવાસી શબ્દ ભૂલે એવા હેતુથી ધર્મને સમાજ સાથે જોડાવા માટેનું કામ કરવા ચૂંટણી લડવા ઈચ્છે છે.

મહત્વનું છે કે, પ્રકાશ પટેલ અગાઉ જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી અપક્ષ ઉમેદવાર તરીકે વિજય થયા બાદ ગેમ ચેન્જર તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સત્તા મેળવી હતી. તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ત્યારે હવે અપક્ષ તરીકેની ચૂંટણી લડવા માટેની જાહેરાત કરતા જ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં રાજકારણ ગરમાયુ છે.



ABOUT THE AUTHOR

...view details