ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં 'જીવનના રંગ' થીમ પર ઉજવાયો શાળાનો વાર્ષિકોત્સવ - latest valasad news

વાપીઃ શહેરમાં આવેલી હિન્દી અને અંગ્રેજી માધ્યમ વિદ્યાવિકાસ સ્કૂલ ખાતે જીવનના રંગની થીમ પર વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં શાળાના બાળકોએ વિવિધ થીમ પર ડાન્સના સ્ટેપથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં.

વાપી
વાપી

By

Published : Dec 22, 2019, 8:18 AM IST

વિદ્યાવિકાસ સ્કૂલમાં એન્યુઅલ ડે યોજાયો હતો. જેમાં બાળકોએ જીવનના વિવિધ રંગ એટલે બાળપણથી યુવાની સુધીની સફરના વિવિધ પડાવોથી બદલતી જીવનની તાસીર પર ડાન્સ કર્યા હતાં. કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય, વેસ્ટર્ન નૃત્ય, ફિલ્મી ગીત-ડાયલોગ પર અભિનય કર્યો હતો.

આ અંગે શાળાના પ્રિન્સિપાલ માધવી તિવારીએ જણાવ્યું હતું કે, "બાળકો આખું વર્ષ શાળાનો અભ્યાસ, ટ્યુશન સહિતના સમયમાંથી બેઘડી મસ્તી કરી શકે તેમનામાં રહેલી પ્રતિભાને બહાર કાઢી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વચ્છતા, બેટી બચાવો બેટી પઢાવો સહિતની થીમ પણ રજૂ કરવામાં આવી હતી. જેમાં તેઓને કોઈ નંબર માટે નહીં પંરતુ અભ્યાસ અને હોમવર્ક, ટ્યુશનમાંથી મુક્તિ અપાવી મસ્તીની પાઠશાળાના હીરો બની શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતાં."

વાપીમાં 'જીવનના રંગ' થીમ પર ઉજવાયો શાળાનો વાર્ષિકોત્સવ
આ કાર્યક્રમમાં વાપીના ધારાસભ્ય કનુ દેસાઈ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રા સહિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details