- જલારામ મંદિરે અન્નકૂટ કાર્યક્રમ મોકૂફ
- માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
- કોરોના મહામારીને કારણે મંદિર ટ્રસ્ટનો નિર્ણય
- જલારામ જયંતીની ઉજવણી પણ મુલતવી
વાપી: શહેરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ મંદિરે આ વખતના નૂતન વર્ષે બાપાને ધરાવાતા 56 ભોગનો અન્નકૂટ કાર્યક્રમ મુલતવી રખાયો છે. કોરોના મહામારીને કારણે નવા વર્ષે ભક્તો બાપાના દર્શન કરી શકે તે માટે જ મંદિર ખુલ્લું રખાયું હતું. જ્યારે આગામી 21મી નવેમ્બરે આવતી જલારામ જયંતીની ઉજવણી પણ મુલતવી રખાય છે.
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલું જલારામ મંદિર ભક્તોમાં આસ્થાનું પ્રતીક છે. નવા વર્ષના દિવસે અહીં હજારો ભક્તો બાપાના દર્શને આવે છે. આ સાથે જ નવા વર્ષ બાદ સપ્તાહમાં આવતી જલારામ જયંતીની જોરશોરથી તૈયારીઓ આરંભાઈ જતી હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખી નવા વર્ષના દિવસે અન્નકૂટ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રખાયું છે.