- જીવદયા ગૃપ મંડળ દરરોજ 250 ટિફિન બનાવે છે
- ઘરે રહીને હોમ ક્વોરેન્ટાઈન પરિવારોની કરે છે સેવા
- આ સેવાયજ્ઞમાં NCCના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે
વલસાડઃ અત્યારે કોરોના પોઝિટિવ આવતા પરિવારો હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા હોય છે. આવા પરિવારો માટે બે ટાઈમનું ભોજન એ સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વલસાડના પારડીમાં મહિલાઓની સંસ્થા જીવદયા ગૃપ મંડળ દરરોજ 250 ટિફિન તૈયાર કરે છે અને હોમ ક્વોરેન્ટાઈન પરિવારોને પહોંચાડે છે.
આ પણ વાંચોઃવાપીમાં જમીયતે ઉલેમા-એ-હિન્દ ટ્રસ્ટે 100 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ આપી
પારડી કોલેજના NCCના વિદ્યાર્થીઓ આ સેવાયજ્ઞમાં જોડાયા
સંસ્થાના આ સેવાયજ્ઞમાં પારડી કોલેજના NCCના 21 વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. એટલું જ નહીં આ એક વિદ્યાર્થી પૈકી ત્રણ પાળીમાં વિદ્યાર્થીઓ પોતાની કામગીરી બજાવવા આવતા હોય છે. આ વિદ્યાર્થીઓ હોસ્પિટલ બેન્કમાં તેમ જ અન્ય જરૂરિયાત જગ્યા ઉપર પોતાની સેવા આપવા માટે હંમેશા ખડે પગે રહે છે.
પારડીની એક સંસ્થા હોમ ક્વોરન્ટાઈન પરિવારોને પહોંચાડી રહી છે 2 ટાઈમનું ભોજન આ પણ વાંચોઃસુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે મોસંબી શરબત સહિત ચા-નાસ્તાની સેવા શરૂ કરાઈ
મહિલાઓ દરરોજ 500થી વધારે રોટલી બનાવે છે
જીવદયા ગૃપ મંડળ પારડી દ્વારા શરૂ કરવામાં આવેલા સેવાયજ્ઞમાં પારડી નગરની મહિલાઓ પણ સહયોગ આપી રહી છે. કંસારા સમાજની મહિલા મંડળની અનેક મહિલાઓ તેમજ અન્ય મહિલાઓ પણ પોતાનાથી બનતી સેવા આ સેવાયજ્ઞમાં આપી રહી છેય વહેલી સવારથી દરેક મહિલાઓ પોતાના ઘરે 500થી વધુ રોટલી બનાવી આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહી છે. આ માત્ર એક જ ટાઈમ નહીં, પરંતુ સવાર-સાંજ આમ બન્ને ટાઈમ મહિલાઓ આ કામગીરી બજાવી રહી છે.
ઘરે રહીને હોમ ક્વોરન્ટાઈન પરિવારોની કરે છે સેવા આ ટિફિન સેવા માટે અનેક દાતાઓ દાન આપી રહ્યા છે
જીવદયા ગૃપ મંડળના અલી અન્સારીએ જણાવ્યું કે, લોકો સામે ચાલીને આ સેવાકીય કામગીરી અને યજ્ઞમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. અનેક લોકો પોતાના નામની જાહેરાત કર્યા વગર ગુપ્ત રીતે દાન કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમનાથી બનતી મદદ રોકડ સ્વરૂપે અથવા તો ચોખા દાળ શાકભાજી કે અન્ય કોઈ રીતે મદદરૂપ થઈ રહ્યા છે.