વલસાડઃ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી રાજયની નગરપાલિકા/ મહાનગરપાલિકાઓને સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઓનલાઇન ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સ દ્વારા ગાંધીનગરથી યોજવામાં આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાની પાંચ નગરપાલિકાઓને કુલ રુપિયા 7.75 કરોડનો પ્રથમ હપ્તાના ચેકો ઓનલાઇન આપવામાં આવ્યા હતા.
વલસાડની નગરપાલિકાઓને 7.75 કરોડના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી રાજયની નગરપાલિકા/ મહાનગરપાલિકાઓને સર્વાંગી શહેરી વિકાસના કામો માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઓનલાઇન ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ વીડિયો કોન્ફોરન્સ દ્વારા ગાંધીનગરથી યોજવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં પણ કલેકટર કચેરીના કોન્ફોરન્સ હોલ ખાતે આદિજાતિ વિકાસ અને વન રાજયકક્ષા પ્રધાન રમણલાલ પાટકર હાજર રહ્યાં હતા. શુક્રવાર આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની નગરપાલિકાઓ માટે કુલ મંજૂર થયેલા રુપિયા 15.5 કરોડ પૈકી પ્રથમ હપ્તાની રકમમાં વલસાડ નગરપાલિકાને 2.50 કરોડ, વાપી- 2.50 કરોડ, પારડી-1.1250 કરોડ, ધરમપુર-0.50 લાખ અને ઉમરગામ નગરપાલિકાને 1.1250 કરોડના ચેકો આપવામાં આવ્યા હતાં. જેના દ્વારા આગામી દિવસમાં દરેક પાલિકાના વિકાસના થનારા મહત્વના કર્યોને એક નવી ગતિ મળશે.
આ બેઠક દરમિયાન સાંસદ ડો. કે.સી. પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર આર.આર. રાવલ, નગરપાલિકાના પ્રમુખો, ચીફ ઓફિસર્સ હાજર રહ્યાં હતાં.