ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો - ગુજરાતની બોર્ડર શુક્રવારે ફરી ભૂકંપના 3 આંચકા

મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર શુક્રવારે ફરી ભૂકંપના 3 આંચકાથી ધણધણી હતી. 2.2 અને 3.3ના આંચકાનો ભૂકંપ આવ્યો હતો જેની અસર વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ અનુભવાઈ હતી.

border
ગુજરાત

By

Published : Jan 31, 2020, 3:05 PM IST

વલસાડ : મહારાષ્ટ્રના પાલઘરમાં શુક્રવારે વહેલી સવારથી બપોરના 2 કલાક સુધીમાં 3 હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. પાલઘર જિલ્લામાં કેન્દ્રબિંદુ ધરાવતા આંચકામાં પ્રથમ આંચકો 2.2નો સવારે 6.43 કલાક આસપાસ નોંધાયો હતો. જે બાદ 1.24 કલાકની આસપાસ 3.3નો ભૂકંપનો બીજો આંચકો આવ્યો હતો. જ્યારે 1.44 કલાકે 2.2નો ફરીવાર ત્રીજો આંચકો આવ્યો હતો.

સવારથી બપોર સુધીમાં 3 વાર અલગ અલગ ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જેમાં 3.3નો મોટો આંચકો તલાસરીના RTO ચેકપોસ્ટ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો હતો.

જેમાં ત્રણવાર આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘરમાં હોવા છતાં તેની અસર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારમાં વર્તાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details