- અજાણ્યા ટ્રકે ટક્કર મારતાં પાટી ગામના દંપતીનું મોત
- ઘરે પરત થઈ રહેલું બાઈક ચાલક દંપતી મોતને ભેટ્યું
- ટ્રક ચાલક ટક્કર મારી થઈ ગયો ફરાર
- સ્થાનિકોએ એકત્ર થઇ પોલીસને જાણ કરી
વલસાડ : નાનાપોંઢાથી વાપી તરફ જતાં નેશનલ હાઈવે નંબર 56 કરાયા ગામ ખાતે બાઈક અને અજાણ્યા ટ્રક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ વાપી ડુંગરા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી મૃતક દંપતીના મૃતદેહનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડના કરાયાગામે બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો આ પણ વાંચો : રાજસ્થાન: જોધપુર-બાડમેર હાઈવે પર અક્સ્માત, 3 બાળકો સહિત 5 લોકોના મૃત્યું
મૃતક દંપતી પારડી તાલુકાના પાટી ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
આ મૃતક દંપતી પારડી તાલુકાના પાટી ગામના વચલા ફળિયામાં રહેતા ગણેશભાઈ ઉત્તમભાઈ પટેલ અને તેમની ધર્મપત્ની રમાબેન ગણેશભાઈ પટેલ હોવાનું પોલીસને સ્થળ ઉપરથી મળેલી વસ્તુઓને આધારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :હાઈવે પર અકસ્માત રોકવા વલસાડ પોલીસ વિશેષ પાયલટ પ્રોજેક્ટ બનાવશે
અજાણ્યો ટ્રક ચાલક ટક્કર મારી થઈ ગયો ફરાર
નેશનલ હાઇવે નંબર 56 ઉપર આ અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે. જેમાં પુરપાટ ઝડપે આવતા ભારે વાહન ચાલકો બાઈક ઉપર સવાર વાહન ચાલકોને જોયા વિના વાહનો ચલાવતા હોય એમ અકસ્માતો જોતાં જણાય આવે છે. બુધવારના રોજ બનેલી આ ઘટનામાં ભારે વાહન એટલે કે ટ્રક ચાલકે દંપતીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. આ અગાઉ પણ નાનાપોંઢા વાપી માર્ગ ઉપર અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાં પણ વાહનોની ઝડપ એક સરખી જ છે. સાથે જ હાઇવે ઉપર અનેક જગ્યાઓ પર જ્યાં સાઈન બોર્ડ મૂકવા જોઈએ ત્યાં તમામ સાઈન બોર્ડનો અભાવ જોવા મળી રહ્યો છે.