ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનની મીઠી નજર અને આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેચાણ શક્ય નથી: અમિત ચાવડા - sale of alcohol in the state

આગામી તારીખ 3 નવેમ્બરના રોજ આવી રહેલી વિધાનસભાની પેટા ચૂંટણી માટે બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જે પૈકી આજે એટલે કે શુક્રવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કપરાડાનાં જોગવેલ ખાતે સભા સંબોધી હતી. જેમાં તેમણે વિજય રૂપાણીને આડે હાથ લીધા હતા.

સીએમ અને ગૃહપ્રધાનની મીઠી નજર અને આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેંચાણ શક્ય નથી
સીએમ અને ગૃહપ્રધાનની મીઠી નજર અને આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેંચાણ શક્ય નથી

By

Published : Oct 23, 2020, 9:16 PM IST

  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જોગવેલમાં જાહેર સભાને સંબોધન કર્યું
  • અમિત ચાવડાએ સંબોધન બાદ પત્રકારો સાથે કરી વાતચીત
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર કર્યા આક્ષેપ

વલસાડઃ રાજ્યસભાની ચૂંટણી સમયે ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વલસાડના જોગવેલમાં પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આડે હાથ લીધા હતા.

સીએમ અને ગૃહપ્રધાનની મીઠી નજર અને આશીર્વાદ વિના રાજ્યમાં દારૂનું વેંચાણ શક્ય નથી

મુખ્યપ્રધાનની નજર હેઠળ ગુજરાતમાં દારૂનું વેચાણ

સભા સંબોધન કર્યા બાદ પ્રદેશ પ્રમુખે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પર આક્ષેપ કરતા જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ગલીએ-ગલીએ દારૂ વેંચાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે જ ગૃહ પ્રધાન છે. જો તેમની મીઠી નજર અને છૂપા આશીર્વાદ ન હોય તો ગુજરાતમાં દારૂનું વેચાણ શક્ય નથી.

અમિત ચાવડા

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી

કપરાડા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે પ્રચારમાં હાલ સ્ટાર પ્રચારકો પોતાની સભાઓ ગજવી રહ્યા છે. જે પૈકી આજે એટલે કે શુક્રવારે ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જોગવેલ ખાતે એક સભા સંબોધી હતી. આ સભા બાદ તેમણે પત્રકારો સાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, વિજય રૂપાણી ભાઈ અને ભાવની લડાઇ વચ્ચે વ્યસ્ત બન્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે. દિન-પ્રતિદિન મહિલાઓ પર દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓ બની રહી છે. આ સાથે જ મોંઘવારી પણ કૂદકે અને ભૂસકે વધી રહી છે.

અમિત ચાવડા

ABOUT THE AUTHOR

...view details