- આદિવાસી સમાજના લોકનાયક બિરસા મુંડાની 145મી જન્મજયંતી
- વલસાડમાં આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ
- અંતરિયાળ વિસ્તારના લોકોને મળશે લાભ
વલસાડ: વલસાડ જિલ્લો તેમજ તેની આસપાસના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ હવે શૈક્ષણિક, સામાજિક તેમજ આરોગ્યલક્ષી યોગદાન આપતા થયા છે ત્યારે મંગળવારે વલસાડના પાલિકા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વલસાડમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું કરવામાં આવ્યું લોકાર્પણ આદિવાસી સમાજના હિતાર્થે એમ્બ્યુલન્સ
આદિવાસી સમાજમાં જેને ભગવાન તરીકેનો દરજ્જો પ્રાપ્ત છે એવા બિરસા મુંડાની 145 મી જન્મ જ્યંતીના ઉપલક્ષ્યમાં આદિવાસી સમાજના લોકોના હિતાર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વલસાડમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું કરવામાં આવ્યું લોકાર્પણ લોકફાળો એકત્ર કરીને એમ્બ્યુલન્સ લાવવામાં આવી
આદિવાસી સમાજના લોકોએ સ્વૈચ્છીક રીતે ભેગા મળી લોક ફાળો એકત્રિત કરી એમ્બુલેન્સ લાવવામાં આવી છે જેમ અનેક આદિવાસી સમાજ ના લોકો એ પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે.
વલસાડમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ આ એમ્બુલન્સ વલસાડ સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવશે જેથી વલસાડમાં કોઈ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં તે મદદરૂપ બની રહેશે.
અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન પટેલ. આદિવાસી સમાજના આગેવાન સુમન કેદારીયા. તેમજ આદિવાસી સમાજ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.