ગુજરાત

gujarat

ETV Bharat / state

31 જુલાઈ સુધી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરી બંધ, માત્ર આવશ્યક સેવા મળશે - Valsad Collector

વલસાડ જિલ્લાની વાપી સહિતની મામલતદાર કચેરીમાં આવશ્યક સેવા સિવાયની સેવા પર 31મી જુલાઈ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા આ પ્રકારનો આદેશ કલેક્ટર દ્વારા સ્થિતિને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે. વાપી મામલતદાર કચેરીના ડેપ્યુટી મામલતદાર અને પારડી નગરપાલિકાના ક્લાર્કનું કોરોના સંક્રમણને કારણે દુઃખદ નિધન થયા બાદ સરકારી કર્મચારીઓમાં દહેશતનો માહોલ ઉભો થયો છે.

31 જુલાઈ સુધી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરી બંધ, માત્ર આવશ્યક સેવા મળશે
31 જુલાઈ સુધી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરી બંધ, માત્ર આવશ્યક સેવા મળશે

By

Published : Jul 17, 2020, 2:23 PM IST

વાપીઃ વલસાડ જિલ્લામાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. જિલ્લાની વાપી મામલતદાર કચેરીના ડેપ્યુટી મામલતદાર અને પારડી નગરપાલિકાના ક્લાર્કનું કોરોના સંક્રમણને કારણે દુઃખદ નિધન થયા બાદ સરકારી કર્મચારીઓમાં દહેશતનો માહોલ છે. જેને ધ્યાને લઈ વલસાડ કલેકટરે જિલ્લાની તમામ મામલતદાર કચેરીને 31મી જુલાઈ સુધી આવશ્યક સેવા સિવાયની સેવા માટે અરજદારોને કચેરીમાં આવવા પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર જાહેર કર્યો છે.

31 જુલાઈ સુધી વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરી બંધ, માત્ર આવશ્યક સેવા મળશે
વાપી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. આ સાથે મામલતદાર કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણ વધવાની ફરિયાદો તંત્રને ધ્યાને આવી હતી. જેને લઇને જિલ્લા કલેક્ટરે 31મી જુલાઈ સુધી વાપી મામલતદાર કચેરી સહિત જિલ્લાની તમામ મામલતદાર કચેરીમાં અરજદારોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કલેક્ટરે આર.આર.રાવલે જાહેર કરેલા પરિપત્ર મુજબ મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં અમુક સેવાને બાદ કરતા તમામ કામગીરી બંધ રાખવામાં આવશે. જિલ્લામાં કોરોનાના કેસો અટકાવવાનું આવશ્યક હોઇ, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા, લોકોની ભીડ એકત્રિત ન થાય, સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તેને ધ્યાને રાખીને આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલમાં મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે આવકના પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર, રેશનકાર્ડ નામ કમી કરવા, નામ દાખલ કરવા સહિતની કામગીરી તથા આધારકાર્ડ માટેની કામગીરી સેવા બંધ કરવામાં આવી છે. કોરોના વાઈરસનું સંક્રમણ સરકારી કચેરીઓમાં વધતું હોવાનું જણાઈ આવતાં આ સેવા 31મી જુલાઈ સુધી બંધ રાખવામાં આવી છે. મામલતદાર કચેરીઓમાં માત્ર કોઈ ગંભીર બીમારીના અતિઆવશ્યક કિસ્સાઓમાં મામલતદારના જરૂરી પ્રમાણપત્ર અને મા કાર્ડના હેતુ અર્થે આવકનો દાખલો જેવી કામગીરી જ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે વાપી મામલતદાર કચેરીમાં ડેપ્યુટી મામલતદાર અને પારડી પાલિકાના હેડ ક્લાર્કનું કોરોનાના સંક્રમણથી દુઃખદ નિધન થયું છે. જે બાદ સરકારી કર્મચારીઓમાં દહેશતનું મોજું ફેલાયું છે. જેને ધ્યાને રાખીને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અનેક અરજદારો મામલતદાર કચેરીએ ધરમના ધકકા ખાઇ રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details