ગુજરાત

gujarat

ETV Bharat / state

છોટા હાથીમાં ચોરખાનું બનાવી સુરત તરફ લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો - છોટા હાથીમાં ચોરખાનુ

કોરોનાની મહમારીમાં દમણ-દીવ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવન જાવન કરવા માટે વિશેષ પાસ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. છતા પણ દારૂની ખેપ કરનારાઓ વાહનોમાં વિશેષ ચોરખાનું બનાવીને તેની અંદર દારૂની બોટલો મૂકી ખેપ કરવામાં આવી રહી છે. જ્યારે સુરત તરફ જઇ રહેલા એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેની અંદર ચોરખાનું બનાવીને રૂપિયા 1,15,000નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

વલસાડમાં છોટા હાથીમાં ચોરખાનુ બનાવી સુરત તરફ લઈ જવાતો દારૂ ઝડપાયો
વલસાડમાં છોટા હાથીમાં ચોરખાનુ બનાવી સુરત તરફ લઈ જવાતો દારૂ ઝડપાયો

By

Published : Jun 10, 2020, 3:38 PM IST

વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે, ત્યારે દમણ-દીવ અને દાદરાનગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશો માંથી આવન જાવન કરવા માટે વિશેષ પાસ ઇસ્યૂ કરવામાં આવ્યા છે. જેના વિના કોઈપણ વાહનોને કોઇ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી, પરંતુ તેમ છતાં પણ દારૂની ખેપ કરનારા બાજ આવતા નથી. દારૂની ખેપ કરનારાઓ વાહનોમાં વિશેષ ચોરખાનું બનાવીને તેની અંદર દારૂની બોટલો મૂકી ખેપ કરવામાં આવી રહી છે. આવો જ એક કિસ્સો વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો હતો. છોટા હાથી ટેમ્પોમાં સુરત તરફ લઇ જવાતા દારૂનો જથ્થો પોલીસે કબ્જે કર્યો હતો.

વલસાડમાં છોટા હાથીમાં ચોરખાનુ બનાવી સુરત તરફ લઈ જવાતો દારૂ ઝડપાયો

વલસાડ રૂરલ પોલીસ મથકના પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મચારીઓને મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 ઉપર સુગર ફેકટરીના બ્રિજ પાસે સુરત તરફ જઇ રહેલા એક ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેની અંદર ચોરખાનું બનાવીને રાખેલા રૂપિયા 1,15,000નો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે ટેમ્પો અટકાવવાતા ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે, દમણથી ગુજરાતમાં પ્રવેશવા કે, ગુજરાતથી દમણમાં પ્રવેશ કરવા માટે વિશેષ પાસ દરેક વાહનો માટે ઈસ્યૂ કરવામાં આવ્યા છે અને વાહનો પ્રવેશ કરે, ત્યારે તેનું ચેકીંગ કરાય છે. તેમ છતાં પણ ખેપીયાઓ દ્વારા ક્યાંથી અને કેવી રીતે દારૂ નીકળે છે, તે તપાસનો વિષય છે.

નોંધનીય છે કે, લોકડાઉનમાં સંઘ પ્રદેશની બોર્ડરો સીલ હોવાથી દારૂની ખેપ કરનારાઓને મુશ્કેલી પડી હતી. તેમજ દારૂ પીનારાઓમાં પણ દારૂની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ હતી, પરંતુ તેમ છતાં પણ કેટલાક ખેપિયા સંઘ પ્રદેશ માંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવા અવનવી તરકીબો અપનાવી હતી. કેટલાક તો ટુ-વ્હીલર બાઇકની ટાંકીમાં ખાના બનાવી તો કેટલાક ટેમ્પોની અંદર ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરતા પકડાયા હોવાના કિસ્સા પણ અગાઉ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details