ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં 7 વર્ષની પુત્રીએ પુત્રની ફરજ નિભાવી, પિતાને આપી મુખાગ્નિ - Vapi Koliwad Bordi Faliyu

હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ માતા-પિતાને પુત્ર કાંધ આપી અગ્નિદાહ આપે છે પરંતુ આ પરંપરામાં હવે પરિવર્તન આવી રહ્યુ છે. આવી જ એક ઘટના વાપીમાં બની હતી.

પિતાના મૃત્યું બાદ 7 વર્ષની દિકરીએ પિતાને મુખાગ્નિ આપી
પિતાના મૃત્યું બાદ 7 વર્ષની દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

By

Published : Oct 17, 2020, 1:07 PM IST

Updated : Oct 17, 2020, 4:47 PM IST

  • વાપીમાં 7 વર્ષની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી
  • ખેડૂતનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ 7 વર્ષની પુત્રીએ કર્યા અગ્નિ સંસ્કાર
    પિતાના મૃત્યું બાદ 7 વર્ષની દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

વલસાડઃ હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ માતા-પિતાને પુત્ર કાંધ આપી અગ્નિદાહ આપે છે. પરંતુ આ પરંપરામાં હવે પરિવર્તન આવી રહ્યુ છે. પુત્ર ન હોવાના સંજોગોમાં હવે દિકરીઓ પણ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપે છે. વાપીમાં આવા જ એક પિતાને તેની 7 વર્ષની પુત્રીએ અગ્નિદાહ આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી.

પિતાના મૃત્યું બાદ 7 વર્ષની દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

વાપી કોળીવાડમાં ખેડૂતનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ 3 અને 7 વર્ષની બંને દિકરીઓએ પિતાને કાંધ આપી અગ્નિદાહ આપી પોતાની ફરજ નિભાવી હતી. વાપી કોળીવાડ બોરડી ફળિયામાં રહેતાં ભરતભાઇ ચંદુભાઇ પટેલનું ગુરૂવારના રોજ હાર્ટ એટેક આવી જતાં મોત થયુ હતું.

જેમને સંતાનમાં બે પુત્રી છે. જેની ઉમંર 3 અને 7 વર્ષની છે. આપણાં સમાજમાં પિતાને પુત્રને અગ્નિદાહ આપે તેવી પરંપરા છે, પંરતુ બંને નાની દિકરીઓ પિતાને કાંધ આપવા આગળ આવી હતી.
આ મૃત્યુની ઘટનાને લઇ કોળી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે. બંને પુત્રીઓએ પુત્ર તરીકેની ફરજ નિભાવતાં સમાજના આગેવાનોએ તેમને બિરદાવી હતી.

Last Updated : Oct 17, 2020, 4:47 PM IST

ABOUT THE AUTHOR

...view details