વલસાડ જિલ્લાના કુલ 20 થી વધુ શિક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષકોના મોબાઇલમાં BLOની એપ ડાઉનલોડ કરવા અને BLOની માહિતી આપવા જણાવ્યું હતું.
BLOની કામગીરીથી શિક્ષણને અસર, વલસાડમાં જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે આપ્યું આવેદનપત્ર - ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ
વલસાડ: જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા બી.એલ.ઓની ઓનલાઇન કામગીરી શિક્ષકોના અંગત ફોનથી ન કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાની સાથે શિક્ષક સંઘે જણાવ્યું કે, શિક્ષકોને BLO કામગીરીમાં રોકવામાં વલસાડ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે BLOની કામગીરીમાં રોકવામાં આવે છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની સૂચના અનુસાર ખરેખર BLOની ઓનલાઇન કામગીરી સમયનો વ્યય કરનારી અને અટપટી અને શિક્ષક પર અવિશ્વાસ કરનારી હોય સરકારે સ્માર્ટફોન સીમકાર્ડ કે નેટ શિક્ષકોને આપવામાં આવ્યું ન હોય તેથી શિક્ષકો પોતાના ખાનગી મોબાઇલમાં આ BLO ની એપ ડાઉનલોડ કરશે નહી.
BLOની માહિતી ઓનલાઇન નહીં કરે સાથે-સાથે શિક્ષકોને BLO.ની કામગીરી રોકવામાં આવે છે. જેની સીધી અસર શિક્ષણ પર પડી રહી છે. જેના કારણે ધોરણ 10 અને ધોરણ 12 નું બોર્ડનું પરિણામ નીચું આવવાની શક્યતા રહેલી છે. તેથી વધુ ઘટાડો ગ્રાન્ટમાં કાપ ઇજાફાની રુકાવટ જેવા અનેક પ્રશ્નો શિક્ષકો માટે ઊભા થતાં હોય છે. તેથી આ કામગીરીમાંથી તમારા શિક્ષકોને મુક્તિ આપી ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોને આ કામગીરી સોંપવામાં આવે તો તેમને માર્ગદર્શન આપી આગળની કામગીરી સફળ બનાવવા શિક્ષકોએ લેખિતમાં ખાતરી આપી હતી.