વલસાડ: આજે રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ પી કે કુમારની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમને જિલ્લામાં કોરોના અંગે ઝીણવટ ભરી માહિતી મેળવી હતી. જિલ્લામાં ભવિષ્યમાં પડનારી જરૂરરિયાતને ધ્યાન ઉપર રાખીને વ્યવસ્થા કરવા હોસ્પિટલમાં વેન્ટિલેટર, આઇસોલેશન બેડ, ઓક્સિજન સવલત સર્વેલન્સ ટીમની કામગીરી ડૉક્ટર્સની વ્યવસ્થા કન્ટેનમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન, પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
વલસાડના વહીવટી અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવ પંકજકુમારની બેઠક - વલસાડમાં કોરોનાની સ્થિતિ
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લક્ષ્યમાં લઈને રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભવિષ્યને ધ્યાને રાખી વધુ બેડ આઇસોલેશન અને બેડ ઓક્સિજનની સંખ્યા વધારવા માટે સમીક્ષા કરી હતી.
વલસાડના વહીવટી અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવ પંકજકુમારની બેઠક
પંકજ કુમારે અધિકારીઓને કોવિડ 19ની ગાઈડ લાઇન અનુસાર કામગીરી કરવા લોકો સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરે, માસ્ક ફરજીયાત પહેરે તે માટે કડક અમલવારી કરાવવા તેમજ કોઈ પણ વ્યક્તિને બેડ વગર રહેવું ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવા સુપરવિંઝન અને ક્રોસ વેરીફિકેશન કરવા, આયુર્વેદિક ઉકાળા અને આર્સનિક આલબમનો સંપર્ક ડોઝ લોકોને મળે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.