- ભિલાડ પોલીસે ફિલ્મ પ્રોડ્યૂસર, પ્રોડકશન મેનેજર સામે કાર્યવાહી કર
- વલવાડામાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરી શૂટિંગ કરતા હતા
- ભોજપુરી ફિલ્મના શૂટિંગ માટે કાફલો આવ્યો હતો
વલસાડ:મુંબઈ અને અન્ય રાજ્યમાં કોરોનાને ધ્યાને રાખી ફિલ્મ શૂટિંગની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે વલસાડ જિલ્લામાં અને નજીકના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં એવી કોઈ પાબંધી નથી એટલે મુંબઈથી અનેક ફિલ્મો-સિરિયલોના શૂટિંગ માટે કલાકારોનો કાફલો આ વિસ્તારમાં આવી રહ્યો છે. જેઓ કેટલાક સ્થળે જરૂરી પરમિશન વિના જ શૂટિંગ કરી રહ્યા છે. ત્યારે આવી જ રીતે મુંબઈથી ભોજપુરી ફિલ્મનું શૂટિંગ કરવા વાપી નજીક વલવાડા ગામે આવેલા યશી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ભિલાડ પોલીસે કાર્યવાહી કરી શૂટિંગ બંધ કરાવ્યું હતુઁ.
આ પણ વાંચો: સંજનાએ 'દિલ બેચારા' ફિલ્મના સેટની સુશાંત સાથેનો ફોટો શેર કર્યો
ફિલ્મના પ્રોડ્યૂસર અને પ્રોડક્શન મેનેજરની કરાઇ ધરપકડ
આ અંગે ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રોડ્યૂસર સમીર આફતાબ નિસાર મૂળ રહેવાસી મુંબઈ અને બૈઝનાથ ઉર્ફે બબલુ ગોપાલ પ્રસાદ સોની મૂળ રહેવાસી સેલવાસના ફિલ્મ કલાકારોના કાફલા સાથે વલવાડા ગામે સાઈ મંદિરમાં અને ગામના અન્ય સ્થળે સ્થાનિક પંચાયતની કે પોલીસની પરમિશન વિના શૂટિંગ કરતા હતાં. તેમજ શૂટિંગ દરમિયાન કોરોના ગાઇડલાઈનનો ભંગ પણ કર્યો હતો. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી શૂટિંગ અટકાવી પ્રોડક્શન યુનિટના સામાન સાથે ફિલ્મના પ્રોડ્યૂસર અને પ્રોડક્શન મેનેજરને ભિલાડ પોલીસ મથકે લાવ્યા હતી.