ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, આરોપી ફરાર - પોક્સો એકટ

વલસાડ: જિલ્લાના ધરમપુર નજીકના ગામે રહેતી 17 વર્ષીય સગીરા યુવકમાં પ્રેમમાં હતી. જેને તેના પ્રેમીએ ખેતરમાં  મળવા બોલાવી હતી. જ્યાં આરોપી પ્રેમીએ તેના 3 મિત્રો સાથે મળીને સગીરા પર દુષ્કર્મ આચર્યું. ઘટના બાદ સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે 4 નારાધમોની શોધખોળ શરૂ કરી છે.

સગીરા પર સામુહિક દુષ્કર્મ

By

Published : Nov 11, 2019, 4:44 PM IST

ધરમપુર નજીકના એક ગામની 17 વર્ષીય સગીરા જેને ખેરગામ વિસ્તારના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવકના લગ્ન બીજે નક્કી થઈ જતા ગત કેટલાક દિવસથી પીડિતાએ તેના પ્રેમી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

સગીરાને તેના પ્રેમીએ તારીખ 7ના રોજ રાત્રે તેના ઘરની નજીકમાં બોલાવી હતી. પીડિતા તેના આરોપી પ્રેમીને મળવા પહોંચી, ત્યારે પ્રેમીએ જબરદસ્તી તેના 3 મિત્રો સાવન નાયકા, સહદેવ નાયકા અને જીજ્ઞેશ નાયકા સાથે મળી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

ધરમપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, આરોપી ફરાર

પીડિતા મોડી રાત્રિ સુધી ઘરે ન પહોંચતા તેના પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પીડિતા ઝાડીમાં નિર્વસ્ત્ર હાલતમાં આક્રંદ કરતી મળી આવી હતી. પીડિતાએ સમગ્ર ઘટના અંગે તેની માતાને કહેતા માતાએ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે ધરમપુર પોલીસે 4 નરાધમો વિરુદ્ધ કલમ 376 અને પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડક કરવા પોતાના ચક્રો ગતીમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details