- 16 વર્ષીય સગીરા જોડે અજાણ્યા યુવાને WhatsApp પર મિત્રતા કરી
- મળવા બોલાવીને સગીરાને ફાર્મહાઉસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું
- Paradi Police મથકે ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરી
વલસાડ :જિલ્લામાં Paradi Police મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર 16 વર્ષીય સગીરા જોડે અમિત બારીયા નામના અજાણ્યા યુવાને WhatsApp પર મિત્રતા કરી હતી અને તેને વિશ્વાસમાં લઇને આ યુવાને મારી તબિયત ખરાબ છે. મને મળવા આવ કહીને સગીરાને પારડી ચાર રસ્તા પર બોલાવી હતી. WhatsApp પર થયેલ મિત્રતાને લઈ આ સગીરા ઘરે કોઈને કહ્યા વગર પારડી આવી પહોંચી હતી.
હાથ બાંધીને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ
નરાધમે સગીરાને બાઈક પર બેસાડી ડુંગરી ગામે લઇ ગયો હતો અને ત્યાં એક પડતર ફાર્મહાઉસમાં જઈને સૌ પ્રથમ આ સગીરાનો મોબાઈલ છીનવી લીધો હતો. ત્યારબાદ તેના હાથ બાંધી દઈને તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. સગીરાએ રડતા આ નરાધમ એને પારડી ચાર રસ્તા પર મૂકી ફરાર થઇ ગયો હતો.