ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં સરકારની ગાઈડ લાઈનના અમલ સાથે ઉદ્યોગો શરૂ થશે - valsad latest news

સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાનની જાહેરાત અનુસાર 20 એપ્રિલથી જ્યાં કોરોનાના કેસ ઓછા છે અથવા એક પણ નથી એવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. જેથી જિલ્લામાં વાપી સહિત ઉમરગામ અને સરીગામ તેમજ પારડીમાં આવેલા ઉદ્યોગો સરકારના આદેશ બાદ શરૂ થશે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનનો જે ભંગ કરશે તે ઉદ્યોગોને બંધ કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે.

etv bharat
વલસાડમાં સરકારી ગાઇડ લાઇન મુજબ ઉદ્યોગો શરૂ થશે

By

Published : Apr 20, 2020, 12:15 PM IST

વલસાડઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાનની જાહેરાત અનુસાર 20 એપ્રિલથી જ્યાં કોરોનાના કેસ ઓછા છે અથવા એક પણ નથી એવા વિસ્તારોમાં લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી. જેથી જિલ્લામાં વાપી સહિત ઉમરગામ અને સરીગામ તેમજ પારડીમાં આવેલા ઉદ્યોગો સરકારના આદેશ બાદ શરૂ થશે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનનો જે ભંગ કરશે તે ઉદ્યોગોને બંધ કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે.

વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સરકારના તમામ આદેશોનુ પાલન કરવા તૈયાર છે. જિલ્લામાં ઉમરગામ, પારડી, સરીગામ અને વલસાડની ગુંદલાવ જી આઈ ડી સી પણ શરૂ થવાની છે. ત્યારે જિલ્લા કલેક્ટરે સરકારના કોરોના નિયમ મુજબ ઉદ્યોગો ચાલુ કરવાના આદેશો આપ્યા છે. નાના ઉદ્યોગ હોય કે મોટા ઉદ્યોગ તમામે સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનમાંનું ભંગ ના થાય તેની કાળજી રાખવી પડશે. તેમજ કામદારોની ચકાસણી મેડિકલ તપાસ તમામ બાબત કરવી આવશ્યક છે. આ સંપૂર્ણ બાબતો પર ઉદ્યોગ ચાલુ થાશે ત્યારે તેને કેવી રિતે ધ્યાન પર લેવા અને સલામતી રાખવી તેમજ કામદારોને કંપની માં રાખવા જેવી તમામ બાબત પર વહીવટી તંત્ર ધ્યાન આપશે. તેમજ જિલ્લા કલેક્ટરે એક કમિટી તૈયાર કરી છે જે સરકારી ગાઈડ લાઈન મુજબ ઉદ્યોગો ચાલુ રાખશે તેના પર ધ્યાન રાખશે. જે પણ નિયમ તોડશે તેના પર કડક પગલાં ભરાશે, હાલ જરૂરી ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓને જ પરમિશન આપવામાં આવી છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી લોકડાઉનને પગલે બંધ થયેલા ઉધોગોને ફરી શરૂ થવાની એક આશા જાગી છે પરંતુ સરકાર દ્વારા કડક નિયમોના અમલ સાથે જ ઉદ્યોગ ને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details