- કોવિડ-19 ટીમ દ્વારા આકસ્મિક માસ્ક ચેકિંગ અભિયાન હાથ ધરાયું
- માસ્ક નહિ પહેરનારા લોકો સામે દંડની કાર્યાવાહી
- ધરમપુર પાલિકા દ્વારા બનાવવામાં આવી કોવિડ-19 ટીમ
વલસાડઃધરમપુર નગરમાં કોવિડ-19 ને લઈને બનેલી એક વિશેષ ટીમ દ્વારા બજારમાં દુકાનદારો અને આવતા જતા વાહન ચાલકો જેઓ માસ્ક પહેર્યા વિના કામ કરી રહ્યા હોય તેમનું આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક દુકાનદારો અને વાહનચાલકો દંડનો ભોગ બન્યા હતા.
વલસાડઃ ધરમપુરમાં આકસ્મિક માસ્ક ચેકીંગ હાથ ધરાયું, માસ્ક નહિ પહેરનારને દંડ ફટકારાયો માસ્ક નહિ પહેરનાર દંડનો ભોગ બન્યા
ધરમપુર નગરમાં નગરપાલિકા મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને પોલીસ વિભાગમાંથી TRB ટીમના જવાબ મળી બનાવવામાં આવેલી વિશેષ ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સમડી ચોક ટાવર રોડ સહિત બજારના અનેક વિસ્તારમાં આ ટીમ બપોર બાદ ફરી હતી અને ધરમપુર નગરના અલગઅલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલીક દુકાનોમાં માસ્ક પહેર્યા વિના કામ કરી રહેલા દુકાન દારોને રોકડ દંડ ફટકાર્યો હતો. જેને પગલે બજારમાં ફફડાટ ફેલાયો છે તો સાથે સાથે સમડી ચોક પર માસ્ક પહેર્યા વિના પસાર થઇ રહેલા વાહનચાલકોને પણ અટકાવી તેમની પાસે પણ દંડ વસૂલવામાં આવ્યો હતો. ગ્રામીણ કક્ષાએથી માસ્ક પહેર્યા વિના નીકળેલા અનેક યુવકો આ ટીમના હાથે ચડી જતા દંડ ન ભરવા માટે આજીજી કરતા નજરે પડ્યા હતા.
વલસાડઃ ધરમપુરમાં આકસ્મિક માસ્ક ચેકીંગ હાથ ધરાયું, માસ્ક નહિ પહેરનારને દંડ ફટકારાયો આકસ્મિક માસ્ક ચેકિંગ અભિયાન
વલસાડ જિલ્લામાં સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી વલસાડ જિલ્લા કલેકટરે તમામ તાલુકા કક્ષાએ તેમજ નગરપાલિકા ક્ષેત્રમાં વહીવટી તંત્ર-પોલીસ અને આરોગ્ય વિભાગ મળી વિશેષ ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરવાનું નિર્દેશ કર્યો છે. જેને પગલે સમગ્ર જિલ્લામાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગમાં માસ્ક નહીં કરનારા અને સોશિયલ distance નહિ રાખનારા અનેક લોકો દંડનો ભોગ બની રહ્યા છે.