ગુજરાત

gujarat

ETV Bharat / state

કર્ણાટકથી ચોખા ભરીને આવતી ટ્રક પલટી, ચાલકનું ઘટનાસ્થળે મોત, એક સારવાર હેઠળ - valsad accident near kumbhghat

લોકડાઉનના સમયમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સરકાર દ્વારા પરિવહન માટે છુટ આપવામાં આવી છે. કર્ણાટકમાંથી ચોખાના ગુણ ભરેલી ટ્રક કપરાડા થઈને સંજાણ તરફ આવી રહી હતી. કુંભઘાટ નજીક અચાનક બ્રેક ફેલ થઈ જતા પુરપાટ ઝડપે ઘાટ ઉતરી રહેલી ટ્રક પલટી મારી ગઇ હતી. જેમાં આ ટ્રક ઝાડ સાથે અથડાતા ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે કેબિનમાં ઊંઘી રહેલા અન્ય એકને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે કપરાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

accident near kumbhghat
કર્ણાટકથી ચોખા ભરીને આવતી ટ્રક પલટી, ચાલકનું ઘટનાસ્થળે મોત એક સારવાર હેઠળ

By

Published : Apr 16, 2020, 5:18 PM IST

વલસાડ: કપરાડા તાલુકાના માંડવા નજીક આવેલા કુંભઘાટ ઉપર મોટી સંખ્યામાં અકસ્માતો થતા આવ્યા છે. આજે વહેલા પરોઢિયે 4 વાગ્યાની આસપાસ કર્ણાટકથી ચોખાની ગુણો ભરેલી ટ્રક, નમ્બર કે એ 56 ,1868 જે ઉમરગામના સંજાણ સુધી જવા નીકળી હતી. તેના ચાલકે કુંભઘાટ ઉપરથી ઉતરતી વેળાએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલા એક સાગના ઝાડમાં અથડાઈ હતી અને પલટી ગઈ હતી. જેને પગલે ટ્રકચાલક સૈયદ નૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કેબિનમાં ઉંઘી રહેલા અન્ય અઝીમુદ્દીનને નાની-મોટી ઈજાઓ થતા 108 મારફતે કપરાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કર્ણાટકથી ચોખા ભરીને આવતી ટ્રક પલટી, ચાલકનું ઘટનાસ્થળે મોત એક સારવાર હેઠળ

મહત્વનું છે કે, ટ્રક પડી જવાને કારણે ચોખાની અનેક ગુણો રોડની બહારના ભાગે નીચે પડી જતા કેટલીક બોરીઓ પણ ફાટી ચૂકી હતી. તેમાંથી ચોખા બહાર નીકળી ગયા હતા. આમ આ ચોખાનો જથ્થો મંગાવનારને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

કર્ણાટકથી ચોખા ભરીને આવતી ટ્રક પલટી, ચાલકનું ઘટનાસ્થળે મોત એક સારવાર હેઠળ

કપરાડા તાલુકાના કુંભઘાટ ખાતે આ અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. અહીંયા પણ પીડબલ્યુડી વિભાગ દ્વારા રોડની આજુબાજુમાં વિવિધ સાઈનબોર્ડ પર મૂકવામાં આવ્યા છે. પરંતુ રાત્રી દરમિયાન પૂરપાટ ઝડપે નીકળતા વાહનચાલકો આ સાઇન બોર્ડને પણ જોતા નથી અને બેફામ ગાડી હંકારતા આવી ઘટનાઓ બનતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details