ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી કુરેશી હોસ્પિટલ સામે હાઇવે પર ટેમ્પો પલટી મારતા સર્જાયો અકસ્માત - પારડી નેશનલ હાઈવે

રાજકોટથી ભીવંડી જવા નીકળેલો ટેમ્પો પારડી કુરેશી હોસ્પિટલની સામે આવેલા ઓવરબ્રિજ ઉપર સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે રોડ ઉપર મધ્યમાં પડી ગયો હતો. જેના કારણે વહેલી સવારે ત્રણથી ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. પરંતુ હાઇવે ઉપર સતત એક કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

પારડી
પારડી

By

Published : Dec 17, 2020, 8:00 PM IST

  • ટેમ્પો પારડી ઓવરબ્રિજ ઉપર પલટી ગયો
  • જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો
  • સમગ્ર ઘટનામાં કોઇ જાનહાનિ નહીં


વલસાડ : રાજકોટથી ભીવંડી જવા નીકળેલો ટેમ્પો પારડી કુરેશી હોસ્પિટલની સામે આવેલા ઓવરબ્રિજ ઉપર સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે રોડ ઉપર મધ્યમાં પડી ગયો હતો. જેના કારણે વહેલી સવારે ત્રણથી ચાર કિલોમીટર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. પરંતુ હાઇવે ઉપર સતત એક કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.

પારડી કુરેશી હોસ્પિટલ સામે હાઇવે પર ટેમ્પો પલટી મારતા સર્જાયો અકસ્માત

ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ગયો

રાજકોટથી યાન ભરીને ભીવંડી જવા નિકળેલો નીકળેલો ટેમ્પો પારડી નેશનલ હાઈવે ઉપરથી ગુરુવારના સવારે પસાર થઈ રહ્યો હતો. ત્યારે પારડી કુરેશી હોસ્પિટલ સામે બ્રિજ પર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ધડાકાભેર પલટી મારી ગયો હતો.

સમગ્ર ઘટનામાં ટેમ્પો ચાલક અને ક્લિનરનો ચમત્કારિક બચાવ


ટેમ્પો ચાલક અને ક્લિનરનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. પરંતુ ટેમ્પો હાઇવેના વચ્ચોવચ પલટી મારતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. આ ઘટનાને પગલે પારડી પોલીસ અને હાઇવે પેટ્રોલિંગ કરતી પોલીસ પણ પહોંચી ગઇ હતી. જ્યારે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

ABOUT THE AUTHOR

...view details