ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા - National Highway No. 48 Accident

આજે શનિવારના રોજ વહેલી પરોઢિયે ચાર વાગે નેશનલ હાઇવે નંબર 48 મુંબઈ તરફના ટ્રેક ઉપર કારમાં કેરીના બોક્સ લઇને આવેલા કેટલાક લોકો કારને હાઈવે ઉપર ઉભી રાખી કેરીના બોક્સ લક્ઝરી બસમાં ભરી રહ્યા હતા. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક ટેન્કરે પ્રથમ કાર અને તે બાદ લક્ઝરી બસને ટક્કર મારતા આ ઘટનામાં પાંચ લોકોને હાથ-પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે વલસાડની કુરેશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Gujarat News
Gujarat News

By

Published : Jun 6, 2021, 7:19 PM IST

  • વહેલી પરોઢિયે ચાર વાગે વિચિત્ર સર્જોયો અકસ્માત
  • પારડીના ખડકી નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર મુંબઈ ટ્રેક પર બની ઘટના
  • કાર ઊભી રાખી કેરી ભરેલા બોક્સ લક્ઝરી બસમાં ભરી રહ્યા હતા, ત્યારે પાછળથી આવેલા ટેન્કરે મારી ટક્કર
  • ઊભેલી કારનો ખુરદો બોલી ગયો

વલસાડ : પારડી નજીક આવેલા ખડકી પાસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર વહેલી પરોઢિયે સંજય મોહનભાઈ સુથાર અને તેમના સ્વજનો કાર નંબરમાં એલ.જી.ભગત ફાર્મમાંથી 60 જેટલા કેરીના બોક્સ મુંબઈ મોકલવાના હોવાથી પરોઢિયે મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસમાં મોકલવા માટે ખડકી પાસે હાઈવે ઉપર કાર ઊભી રાખી લક્ઝરી બસ આવતા કેરીના બોક્સનો ભરી રહ્યા હતા. તે જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક ટેન્કરના ચાલકે પ્રથમ કાર અને તે બાદ લક્ઝરી બસને પણ પાછળથી ટક્કર મારી ટેન્કર રોડની બાજુમાં ઉતારી દીધું હતું અને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો.

પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત

આ પણ વાંચો : ધંધુકા નજીક તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવત

પાંચ લોકોને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

વહેલી પરોઢિયે ચાર વાગે 60 જેટલા કેરીના બોક્સ ભરીને લક્ઝરી મારફતે મુંબઈ મોકલવા માટે આવેલા ઈરફાન સતાર શેલત રહેવાસી રાજુલા, સંજય મોહન સુથાર, વિનોદ કિસન ફોર વડીયા, નિતીન જશવંત, ભેરુલાલ દુધારામ મીણા હાઈવે પર કાર ઉભી રાખી લક્ઝરી બસમાં બોક્સ કરી રહ્યા હતા આ સમયે પાછળથી આવેલા પુરપાટ ઝડપે ટેન્કરે પ્રથમ કારને અડફેટે લેતા તે બાદ લક્ઝરી બસ અને કાર વચ્ચે ઊભેલા આ પાંચેય લોકોને માથા પર હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને 108 એમ્બ્યુલન્સની મદદથી પારડીની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વલસાડ

આ પણ વાંચો : વલસાડના કરાયાગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, દંપતીનું મોત

ટેન્કર ચાલક અકસ્માત કર્યા બાદ ટેન્કર મૂકીને ફરાર

વહેલી પરોઢિયે ટેન્કર ચાલકે કાર અને લક્ઝરી બસની અડફેટે લઇ ટેન્કરને રોડની બાજુમાં ઉતારી દીધી હતી. જે બાદ લોકો ઘેરી વળી તેને માર મારશે એવા ડરથી ટેન્કરનો ચાલક ટેન્કર સ્થળ ઉપર મૂકીને જ ફરાર થઈ ગયો હતો. જોકે બાદમાં આ સમગ્ર બાબતે ઇજાગ્રસ્તોએ પારડી પોલીસમાં ફરિયાદ કરતાં ટેન્કરનો માલિક પારડી પોલીસ મથક પહોંચી ટેન્કર ચાલકને હાજર કરાવવા મથામણ કરતો પણ જોવા મળ્યો હતો.

વલસાડ

ખડકી હાઇવે ઉપર આ અગાઉ પણ અનેક અકસ્માતો બની ચૂક્યા છે

અમદાવાદ- મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ખડકી પાસે આ અગાઉ પણ અનેક અકસ્માતો બની ચૂક્યા છે અને અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે અહીં આગળ ચાલી રહેલી બ્રિજ બનાવવાની કામગીરીને લઇને ડાયવર્ઝન રૂટ પણ અપાયેલો છે. જેના કારણે રાત્રી દરમિયાન રોડની બાજુમાં ઊભેલા અન્ય વાહનો પણ પાછળથી આવતા વાહનો જોઈ શકતા નથી. જેના કારણે અકસ્માતોની ઘટના વધતી જોવા મળી રહી છે. વહેલી પરોઢે અકસ્માતની ઘટના બનતા પારડી પોલીસનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. જે બાદ તેમના નિવેદનો લઇ ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટેન્કર

ABOUT THE AUTHOR

...view details