ગુજરાત

gujarat

કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત

By

Published : Nov 14, 2020, 10:12 PM IST

કપરાડા તાલુકાના પાનસ ધામણી રોડ પર શુક્રવાર મોડી રાત્રે એક વાન અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા વાન રોડ ઉપરથી નીચે ખેતરમાં ઉતરીને પલટી ગઈ હતી, જેના કારણે વાનમાં સવાર એક મહિલાને ગંભીર ઈજાઓને પગલે મોત થયું છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે.

કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત
કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત

  • કપરાડાના પાનસ ધામણી રોડ પર ગંભીર અકસ્માત
  • વાન અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત
  • વેન ચાલકની ભૂલે મહિલાનો લીધો ભોગ

કપરાડાઃ તાલુકાના પાનસ શરણાઈ રોડના પાનસ ગામ નજીક શુક્રવારે એક પરિવાર બાઇક પર આવી રહ્યો હતો. આ બાઇકનો નંબર GJ 15 DE 0161 પર નાગજીભાઈ દેવજીભાઈ ગામીત, તેમની પત્ની ટીનાબેન ગામીત અને પુત્રી હેમાંકી સાથે હરણી તરફથી આવી રહ્યા હતા.

કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત

બાઇક અને વાન ધડાકા ભેર અથડાતા વાન પલટી ગઈ

પુરપાટ ઝડપે નાનાપોઢા તરફ આવી રહેલી એક વાન જેનો નંબર GJ 15 CF 2506ના ચાલકે બાઇક પર આવી રહેલા ગામીત પરિવારના ત્રણેય લોકોને ટક્કર મારતા બાઈક સહિત વાન રોડની નીચે ખેતરમાં ઉતરી ગઇ હતી.

વાન ચાલક અકસ્માત કરી ફરાર

જોકે આ ઘટના બાદ બાઇક સવાર ત્રણએ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે વાહન ચાલક વાન મૂકીને ફરાર થયો હતો, સ્થાનિક લોકોએ 108 બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત

આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ નાનાપોઢા સરકારી હોસ્પિટલ ખાતે અને ટીનાબેનને વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે હાલ નાનાપોઢા પોલીસે વાન ચાલક સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત

ABOUT THE AUTHOR

...view details