ભિલાડ નજીક ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલકનું મોત - ભિલાડ અકસ્માત
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે-48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ટેન્કરમાં બેસેલા 3 લોકો ફસાયા હતાં. જો કે, તે બાદ ક્રેન મંગાવી 2 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોને કેબિન કાપીને બહાર કઢાયા હતાં. જે દરમિયાન ટેન્કર ચાલકનું મોત નીપજ્યુંં હતું.
ભિલાડ : વલસાડ જિલ્લાના ભિલાડ નજીક નેશનલ હાઇવે-48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેન્કરમાં બેસેલા 3 લોકો ફસાયા હતાં. જેમને 2 કલાકની જહેમત બાદ કેબિન કાપીને બહાર કાઢયા હતાં. જેમાં ટેન્કર ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી વિગતો મુજબ ભિલાડ હાઇવે પર સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર ઉભેલા એક ટ્રકની પાછળ ટેન્કર ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતમાં ટેન્કરની અંદર બેસેલા 3 લોકો ફસાયા હતા. જેઓને બચાવવા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. પરંતુ તેઓને બહાર કાઢી શક્યા ન હતા.
આખરે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તે બાદ ક્રેન મંગાવી 2 કલાકની જહેમત બાદ ત્રણેય લોકોને કેબિન કાપીને બહાર કઢાયા હતાં. જે દરમિયાન ટેન્કર ચાલકનું મોત નીપજ્યુંં હતું.