- ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
- કાર ચાલકનું ઘટના સ્થળે મોત
- ટ્રક ચલાક ટ્રક મૂકીને થયો ફરાર
વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કપરાડા તાલુકાના શીલધા ગામે રહેતા દિનેશ નીકુળિયા પોતાની કાર લઈને વાપી તરફ જઈ રહ્યા હતા, ત્યારે કાકડકોપર નજીકમાં સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ચાલકે કારને ટક્કર મારતા કાર ચાલક દિનેશભાઈનું કારમાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ઈસ્કોન સર્કલ પાસે સર્જાયો અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું