વલસાડ: ચેન્નાઈથી અમદાવાદના સાણંદમાં મોટરકારના કાચ ભરીને જઈ રહેલી એક ટ્રક કપરાડાના કુંભઘાટ ઉતરીને નાનાપુરા તરફ આવી રહી હતી, ત્યારે કુંભઘાટ પાસે માર્ગમાં એક પંચર થયેલી કારમાં અકસ્માત થતો અટકાવવા જતાં ટ્રકચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અને ટ્રકમાં ભરેલા માલસામાનથી ટ્રકનું બેલેન્સ ગુમાવતા કુંભઘાટ ઉપર ટ્રક પલટી ગઈ હતી.
કપરાડાના કુંભઘાટમાં કાંચ ભરેલી ટ્રક પલટી, ચાલકનો આબાદ બચાવ - Accident at Kumbhaghat
કપરાડા તાલુકાના કુંભઘાટમાં ચોમાસા દરમિયાન વરસાદી માહોલ હોય છે. આવા સમયે પણ ઘાટમાં ઉતરતી વેળાએ અનેક વાહનોના અકસ્માતના બનાવો બની રહ્યાં છે, ત્યારે ચેન્નાઇથી અમદાવાદ જઈ રહેલી એક ટ્રકના ચાલકે કપરાડાના કુંભઘાટ પાસે કાબૂ ગુમાવતા ટ્રક પલટી ગઈ હતી. જ્યારે ટ્રકમાં ભરેલા કાચ રોડ ઉપર ફેલાઇ ગયા હતાં. જોકે, આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.
કપરાડાના કુંભઘાટમાં કાંચ ભરીને આવતી ટ્રક પલટતા ચાલકનો આબાદ બચાવ
જ્યારે ટ્રકમાં ભરેલો કાચ રોડ ઉપર ફેલાઇ ગયો હતો. જો કે, આ સમગ્ર ઘટનામાં ચાલકને પગના ભાગમાં નાની-મોટી ઇજાઓ થયા બાદ તેનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું છે કે, કપરાડાના કુંભઘાટમાં ઘાટ ઉતરતી વેળાએ વળાંકમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયાં છે, પરંતુ તેમ છતાં પણ ઓવરલોડ ભરીને આવતા અનેક વાહનચાલકો ઘાટમાં વળાંક ઉપરનો કાબૂ ગુમાવી દેતા હોય છે. જેના કારણે અકસ્માતોના બનાવો છાશવારે બની રહ્યાં છે.