ગુજરાત

gujarat

ETV Bharat / state

ટેમ્પો પલ્ટી જતા અકસ્માત સર્જાયો, ચલાકનો ચમત્કારિક બચાવ - accident at Karchond Patel Phalia

કપ૨ાડા તાલુકાના કરચોંડ પટેલ ફળીયા ખાતે આવેલા સાંકડા પુલના કારણે ટેમ્પો પલટી મારી દુર્ઘટના સર્જાઈ હતી. વર્ષોથી ગામ લોકોની માંગણી હતી કે, પુલ પહોળો અને ઉંચો બનાવવામાં આવે, તેમ છતાં આજદિન સુધી વહીવટી તંત્ર નિદ્રાધીન અવસ્થામાં છે અને આખરે સોમવારે સાંજે એક દુર્ઘટના અકસ્માત બનવા પામી હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઇ નથી.

કારચોંડ પટેલ ફળીયા
કારચોંડ પટેલ ફળીયા

By

Published : Jan 26, 2021, 8:44 PM IST

  • સાંકડા પુલ પર બે વાહનો સામસામે આવી જતા અકસ્માતની ઘટના
  • ટેમ્પો પુલની બાજુમાંથી પસાર થવા જતા એક તરફનું ટાયર ખેંચી જતા ટેમ્પો પલટી ગયો
  • ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ચાલકનો ચમત્કારિક બતાવો

વલસાડ : સાંકડા પુલ પરથી એક ટેમ્પા નંબર GJ 15 AT 2169માં સિમેન્ટની થાંભલી ભરીને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી કાર આવતા બન્ને વાહનો પસાર થવા માટે પૂરતી જગ્યા ન મળતા, ટેમ્પો પુલની સાઈડ પર પલટી મારી ગયો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. પુલ સાંકડો હોવાના કારણે આ ઘટના સર્જાઈ હતી.

સ્થાનિકોએ કરી છે પુલ પહોળો કરવા માટેની અનેક રજૂઆતો

પુલ સાંકડો હોવાને લઈને આ અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો બન્યા છે. જેના કારણે સ્થાનિકોએ આ સમગ્ર બાબતને ધ્યાને લઇ અનેક રાજકારણીઓ સમક્ષ આ પુલને પહોળો કરવા માટે મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ પણ કામગીરી ન કરવામાં આવતા અકસ્માત સર્જાતા રહે છે.

ABOUT THE AUTHOR

...view details