ભિલાડ: વલસાડ જિલ્લામાં બુધવારે ભિલાડ નજીક ટેમ્પા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું અને એક યુવક ઘાયલ થયો હતો. જિલ્લામાં અન્ય એક બનાવ બંધ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં અજાણ્યા યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જિલ્લામાં બે બનાવ બનાત અરેરાટી ફેલાઈ હતી.
વલસાડ: ભિલાડમાં અકસ્માત-આત્મહત્યાનો બનાવ, 2ના મોત - ગુજરાતમાં અકસ્માત
વલસાડ જિલ્લાના ભિલાડ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું અને એક યુવક ઘાયલ થયો હતો. જિલ્લામાં બનેલા અન્ય એક બનાવમાં બંધ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં અજાણ્યા યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.
ભિલાડમાં અકસ્માત-આત્મહત્યાનો બનાવ
બુધવારે બંધ સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં સિક્યુરિટી ઓફિસની પાછળના ભાગે એક ઝાડની ડાળે એક અજાણ્યા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું હતું. યુવાને અગમ્ય કારણસર જીવન ટુંકાવ્યું હતું.
સુગર ફેક્ટરીમાં લટકતા મૃતદેહને જોઈ સ્થાનિકોએ ભિલાડ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળ પહોંચી મૃતદેહને ઝાડ પરથી ઉતાર્યો હતો. જે બાદ ભિલાડના સરકારી દવાખાનામાં મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. પોલીસે અજાણ્યા મૃતકના પરિવારજનોને શોધવાની તપાસ હાથ ધરી હતી.