ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના, ટેમ્પો ચાલકે ટક્કર મારતા બે યુવકના મોત

સમગ્ર રાજ્યમાં અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ટેમ્પો ચાલકે ટક્કર મારતા બે યુવાનના મોત થયા હતા.

વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના
વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના

By

Published : Jan 15, 2021, 7:44 AM IST

  • મોટાપોઢા ખાતે ત્રણ દિવસમાં બે અકસ્માત, 3 લોકોના મોત
  • એક જ સ્થળે બની રહ્યા છે અકસ્માત
  • ટેમ્પો ચલાક ટક્કર મારી થયો ફરાર
  • બે આશાસ્પદ યુવાનો ના મોત થી ગમગીની

વાપીઃ શહેર નજીક મોટાપોઢા ખાતે મોડી રાત્રે ટેમ્પો ચાલકે બાઈક સવાર બે યુવકોને ટક્કર મારતા બંને યુવકોના ઘટનાસ્થળે ગંભીર ઈજાઓને લીધે મોત થયા હતા. એક યુવકનો એ દિવસે જન્મ દિવસ હતો, જેથી તેના મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઇ છે.

વલસાડ નજીક હિટ એન્ડ રનની ઘટના

મોટાપોઢા હાઇવે ઉપર બાઈક સવારનું ટક્કરમાં મોત

મોટાપોઢા ઝરા ફળીયામાં રહેતા બે યુવકો પીયૂસ નરેશભાઈ પટેલ જેનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર અનિષ રાજેશ પટેલ સાથે બંને બાઈક નંબર જી જે 15 ડી બી 7016 ઉપર મોટાપોઢા બજાર તરફ આવી રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેમ્પો ચાલકે બાઈકસવાર બંને યુવકોને ટક્કર મારતા બંને રોડ ઉપર ફંગોળાઈને પડયા પડતા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.

ટક્કર મારી ટેમ્પો ચલાક થઈ ગયો ફરાર

વાપી નાનાપોઢા હાઇવે રોજિંદા અનેક વાહનોથી ધમધમે છે, ત્યારે આ ઘટનામાં પણ અજાણ્યો ટેમ્પો ચલાક બાઈક સવારે બે યુવકોને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો.

બે દિવસમાં અકસ્માતની એક જ સ્થળે ત્રીજી ઘટના, ત્રણના મોત

સોમવારના રોજ વહેલી સવારે એક યુવતી વાપી નોકરી ઉપર જવા માટે રોડની બાજુમાં ઉભી હતી, ત્યારે ટ્રક ચાલકે ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે હજુએ ઘટનાને ત્રીજો દિવસ થયો હતો, ત્યારે ફરી એ જ સ્થળે બાઈક સવાર બે યુવકોના મોત થયા છે.

મૃતક પિયુષ નરેશભાઈ પટેલનો આ દિવસે હતો જન્મ દિવસ

બાઈક સવાર પિયુષ નરેશભાઈ પટેલનો આજે જન્મ દિવસ હોવાથી તે તેના મિત્ર સાથે મોટાપોઢા તરફ આવી રહ્યો હતો અને જન્મ દિવસની ઉજવણી માટે ભારે ઉત્સાહિત હતો. આ ઘટના બનતા તમામ મિત્રોમાં શોકની લાગણી ફેલાઈ હતી. આ ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને યુવકોને ઓળખ કરીને તેમના પરિવાર જનો અને પોલીસને જાણકારી આપી કાર્યવાહી શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details