વલસાડ: ભિલાડ-ડેહલી રસ્તા પર સર્જાયો અકસ્માત, 2નાં મોત - ભીલાડના તાજા સમાચાર
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક ડેહલી રસ્તા પર વહેલી સવારે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 યુવાનનું મોત નિપજ્યું હતું. જેથી લોકોમાં અરેરાટી ફેલાઈ હતી.
વલસાડ: ભિલાડ-ડેહલી રસ્તા પર સર્જાયો અકસ્માત, 2નાં મોત
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ- ડેહલી ખાતે વૃષભ એપાર્ટમેન્ટમાં રહેનારા અને તુંબ ખાતે આવેલી મુન્દ્રા કંપનીમાં કામ કરનારા યુવાન રાહુલ ઇજુવા નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહુલનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજી બાઈક પર સવાર જીતુભાઈ વરઠાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. જેથી ભીલાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.