ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં વનરક્ષકને ACBએ 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો - Latest news of crime in valsad

વલસાડ: જિલ્લામાં આવેલા પારડી ફોરેસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા વર્ગ 3ના ફોરેસ્ટર અને વનરક્ષકે સર્વે કરવા માટે રૂપિયા 10 લાખ લાંચની માગ કરતા ફરીયાદીએ ACBની મદદ લીધી હતી. ACBએ ટ્રેપ ગોઠવી બંને ઓફિસરને પકડવા છટકુ ગોઠવ્યું હતું. પરંતુ એક અધિકારીને તેની જાણ પહેલા જ થતા તે નાસી ગયો હતો. જોકે ફરિયાદી પાસેથી એક ઓફિસરે લાંચની રકમ સ્વીકારતા ACBએ તેને રંગે હાથ ઝડપ્યો હતો.

Valsad

By

Published : Sep 20, 2019, 3:51 PM IST

પારડી ફોરેસ્ટરે અરજી અનુસંધાને સર્વે કરવા અને અગાઉ મંજુર થયેલ નોન પ્રોટેકટેડ ફોરેસ્ટ પરમીશનનું કામ શરૂ કરવા આ વન રક્ષક જીગર રમેશ રાજપૂત અને ફોરેસ્ટર ધર્મેન્દ્ર સિંહ પ્રભાત સિંહ ચાવડાએ ફરિયાદી પાસે રકમ રૂાપિયા ૧0 લાખની લાંચ માગી, જે લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ લાંચનું છટકુ ગોઠવતા વનરક્ષક જીગર રાજપૂતે લાંચના નાણા સ્વીકારી લીધા હતાં. જ્યારે ફોરેસ્ટર ધર્મેન્દ્ર સિંહ ચાવડાને શંકા થતા તે ફરાર થઈ ગયો હતો.

વલસાડમાં વનરક્ષકને ACBએ 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

જ્યારે એ.સી.બીએ જીગર રાજપૂતની સ્થળ ઉપર ધરપકડ કરી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે જંગલ વિભાગના અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ સમગ્ર ઘટનામાં ટ્રેપ કરનાર અધિકારી એચ.બી. ગામેતી, ઇન્ચાર્જ પો.ઇ., વડોદરા ગ્રામ્ય, એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ. જ્યારે સમગ્ર ટ્રેપ દરમિયાન સુપર વિઝન અધિકારી બી.જે.પંડ્યા, ઇન્ચાર્જ મદદનીશ નિયામક દ્રારા નેતૃત્વ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details