ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 1000થી વધુ વિદ્યાર્થિનીઓને માર્શલ આર્ટની તાલીમ અપાઈ - Self-defense training at Valsad

વલસાડ જિલ્લાના કોલેજ કેમ્પસ ખાતે ABVP દ્વારા અબલા નહીં તુફાન હૈ, સાહસી નારી ભારત કી શાન હૈ મિશન સાહસી અંતર્ગત એક હજારથી પણ વધુ બાળકીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી અને તમામ બાળકીઓ પોતાનું રક્ષણ કરી શકે સાથે અન્યનું પણ રક્ષણ કરી શકે તે માટે તાલીમ આપી તમામ યુવતી ઓને પગભર કરવામાં આવી છે.

vlsad
વલસાડમાં ABVP દ્વારા મિશન સહાસી અંતર્ગત વિધાર્થિનીઓ અપાઈ સેલ્ફ ડિફેન્સની તાલીમ

By

Published : Feb 14, 2020, 9:03 PM IST

વલસાડઃ જિલ્લામાં એક હજારથી પણ વધુ બાળકીઓને સ્વરક્ષણની તાલિમ આપવામાં આવી હતી. જેથી છેડતી જેવા કિસ્સા ઓમાં રોમિયોને તેઓ પાઠ ભણાવી શકે, આ તમામને પ્રમાણ પત્રથી સન્માનિત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડમાં ABVP દ્વારા મિશન સહાસી અંતર્ગત વિધાર્થિનીઓ અપાઈ સેલ્ફ ડિફેન્સની તાલીમ

વલસાડ જિલ્લામાં ABVP દ્વારા સ્કુલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પોતાનું રક્ષણ સ્વયં કરી શકે એવા હેતુથી 1000થી વધુ વિધાર્થિનીઓને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી. સતત બે માસ કરતા વધુ સમય ચાલેલી આ તાલીમમાં અનેક વિદ્યાર્થીઓ તાલીમ મેળવી પગભર બની પોતાની તો રક્ષા કરી શકે એવી સક્ષમ બની સાથે જ અન્યને પણ રક્ષણ કરી શકે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વરક્ષણની તાલીમ સેન્સાઈ નિલેશ કોશિયા દ્વારા આપવામાં આવેલ જેમાં ડિવાઇન ગ્રુપ પણ સામેલ હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તાલીમ મેળવેલી અનેક વિધાર્થિનીઓએ પોતાની તાલીમમાં લીધેલા અનેક કરાટેના દાવપેચ દર્શાવીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details