9મી એપ્રિલે 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. તે બાદ એક તરફ પાસ થનાર વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર હતી, ત્યારે બીજી તરફ એકથી વધુ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી હતી. આવતા વર્ષથી અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે. બીજી બાજુ માધ્યમિક બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે. નાપાસ થયેલાં વિદ્યાર્થીઓ માત્ર એક જ વિષયની પરીક્ષા આપી શકશે. શિક્ષણ વિભાગના આ નિયમથી હજારો વિદ્યાર્થીઓનું વર્ષ અને ભવિષ્ય બંન્ને બગડશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વાપી તાલુકાના પારડી તાલુકાના વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી. નિષ્ફળ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકવાના નિયમને લાગુ કરવાની માગ કરાઈ છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
12 સાયન્સમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા મુદ્દે ABVPએ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીને આપ્યું આવેદન - fail students
વલસાડઃ ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ એક જ વિષયમાં પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. આ નિયમથી ઘણા બધા વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે. જેથી ABVPએ આજરોજ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી બે વિષયોની પરીક્ષા આપવાનો નિયમ ઘડવાની માગ કરી છે.
12 સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક્ષ પરીક્ષા મુદ્દે ABVPનું વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન
વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, જુલાઇ માસ પહેલા જ જો GSEB વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી યોગ્ય નિર્ણય લે. જો બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપે તો તેનું આખું વર્ષ બગડતું અટકશે. જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે.