વલસાડ: જિલ્લા સહિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાની મુલાકાતે છે. આગામી ચૂંટણીઓને લઈને વિવિધ વિધાનસભાના કાર્યકરો પ્રમુખો સાથે બેઠક યોજી હતી. રાષ્ટ્રીય નેતા ગોપાલ ઈટાલીયાની અધ્યક્ષતામાં વલસાડ સર્કીટ હાઉસ ખાતે એક બેઠક મળી હતી જેમાં વલસાડ જીલ્લાના તમામ કાર્યકર્તાઓ હાજરી આપી હતી.
Valsad News: સંગઠન મજબુત કરવા આમ આદમી પાર્ટીની કવાયત, કાર્યકરો પ્રમુખો સાથે બેઠક યોજી - Aam aadmi party in gujarat
આગામી ચૂંટણીઓ માટે રણનીતિ અને સંગઠન મજબુત કરવા આમ આદમી પાર્ટી દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ દક્ષિણ ગુજરાતના કાર્યકરો પ્રમુખો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં વધુમાં વધુ સંગઠન મજબુત બને તે ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
સંગઠનમાં આંતરિક ખેચતાણ: આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીઓ માટે પોતાની રણનીતિ અને સંઘઠન મજબુત કરવા પ્રયાસ કરવા કવાયત તેજ કરવામાં આવી છે. વિધાનસભાની ચુંટણી વખતે આમ આદમી પાર્ટી દ્વારા સંઘઠન મજબુત કરનાર ને નહિ પરંતુ સંઘઠનમાં ન હોય એવા બહારથી આવી પાર્ટી જોઈન કરનારને ટીકીટ આપી દેવામાં આવી હોય સંઘઠનના જુના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. એટલુજ નહિ કેટલાક કાર્યકર્તા ઓ ટીકીટ માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ નિષ્ક્રિય થઇ ગયા હતા. જેને કારણે વલસાડ જીલ્લામાં સંઘઠનમાં આંતરિક ખેચતાણ જોવા મળી હતી. સ્થાનિક કાર્યકર્તાને અવગત કર્યા વિના અન્યને ટીકીટ આપી દેતા ભારે નારાજગી અને કચવાટ થયો હતો. હવે એજ સંઘઠન ને ફરી ઉભું કરવા કવાયત હાથ ધરાઈ છે.
સંગઠન ફરી સક્રિય કરવા આહ્વાન: સક્રિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના આવેલા નેતાઓની સાથે મળેલી બેઠકમાં ચુંટણીલક્ષી ચર્ચા તેમજ નવા હોદેદારોની નિમણુક કરવા તેમજ કાર્યકર્તાઓને સક્રિય કરવા અને જીલ્લામાં વધુમાં વધુ સંગઠન મજબુત બને તે ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આવનારી દરેક ચુંટણીમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જો કે આવેલા કમિટીના સભ્યોએ દરેક કાર્યકર્તાની વાતચીત અને પ્રશ્નો પણ સાંભળ્યા હતા.