વલસાડ ગુજરાતના આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા વેપારી વર્ગ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વેપારી વર્ગને સ્પર્શતા (AAP dialogue program)પ્રાથમિક પ્રશ્નો જી એસ.ટી જેવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. ગોપાલ ઇટાલીયાએ પ્રદેશ પ્રમુખ ભાજપ ઉપર દારૂના કેસ અંગે વાત કરી તેમજ વલસાડ જિલ્લામાંથી આવતા નાણાં પ્રધાન કનુ દેસાઈને અભિમાની ગણાવ્યા તેઓ સમાન્ય જનતાના પ્રશ્નો નથી સાંભળતા હોવાનુ ગણાવ્યું.
સાંઈ લીલા મોલ ખાતે યોજાયો સંવાદ કાર્યક્રમસમગ્ર ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ચૂંટણીને (AAP dialogue with traders)લઈ અનેક ચીજો મફતમાં આપવા માટેની જાહેરાત કરી રહી છે. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં હાલ જાહેર જનતા સાથે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજવામાં( Gujarat Assembly Election 2022)આવી રહ્યો છે, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડના સાંઈ લીલા મૌલ ખાતે આવેલા હોલમાં વેપારી વર્ગ સાથે સંવાદ કાર્યક્રમમાં ગોપાલ ઇટાલીયાએ સીધી ચર્ચાઓ કરી હતી.
આ પણ વાંચોપાટીલ ભાઉએ કેજરીવાલને લીધા આડેહાથ, કહ્યું લોલીપોપ આપવાનું બંધ કરી દો
સી આર પાટીલ સામે તાક્યું નિશાનતેમણે ભાજપના નેતાઓ પર સીધુ નિશાન તાકીને જણાવ્યું કે ભાજપના નેતાઓના ફોટાઓ સમયાંતરે છાપામાં છપાતા રહ્યા છે અને તમામ નેતાઓ ઉપર પ્રકારના પોલીસ કેસ પણ થયા છે. જેમાં સૌથી વધુ મોખરેમાં જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સામે દારૂની ગાડીની પાયલોટિંગ કરવાની એફ.આર.આઈ નોંધાઈ ચૂકી છે જ્યારે પ્રદેશ પ્રમુખ સામે જ દારૂના કેસ થયા હોય ત્યારે અન્યની તો વાત જ શું કરવી તેવું તેમણે જણાવ્યું હતું.
લોકપાલ બિલ અંગે દોષનો ટોપલો ઢોળ્યો ભાજપ પરલોકપાલ બિલ અંગે તેમણે જણાવ્યું કે દિલ્હીની સરકારમાં લોકપાલ બિલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ કેન્દ્રમાં બેસેલી ભાજપ સરકારના લેફ્ટનન્ટ ગવર્નરે આ બિલ અટકાવી રાખ્યું છે જેને લઈને સમગ્ર ભારતમાં આ બિલ પાસ થઈ શક્યું નથી. જો આ બિલ પાસ કરવું હોય તો કેન્દ્રમાં આમ આદમી પાર્ટીની સરકાર જોઈશે અને લોકપાલ બિલ ભાજપના લેફ્ટનન્ટ ગવર્નર અટકાવી રાખ્યું છે તેવું તેમણે જણાવ્યું.
આ પણ વાંચોદિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર
ભાજપ પાર્ટી હાલ ડરી ગઈઆમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ દારૂબંધી બાબતે બોલતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધીના નામે ભાજપના નેતાઓ બેફામ દારૂ વેચે છે. દારૂમાંથી ઉપજતી વર્ષે 20,000 કરોડ રૂપિયા જેટલી ઇન્કમ ચૂંટણી ફંડમાં ઉપયોગ કરી રહ્યાનો આક્ષેપ તેમને કર્યો હતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરતા ભારતીય જનતા પાર્ટીના ખેમામાં ભારે ડર જોવા મળી રહ્યો છે અને ડરના માહોલને લઈને ભાજપ પાર્ટી હાલ ડરી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં લોકોને રીઝવવા અનેક ગતકડાઓ વ્યવહારમાં મૂકી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
નાણાપ્રધાન કનુ દેસાઈ અભિમાની હોવાનો આક્ષેપઆમ આદમી પાર્ટીએ લોકોના પ્રશ્નો સાંભળવા જાહેર સંવાદ કાર્યક્રમ યોજ્યા છે. વલસાડના જ નાણાપ્રધાન હોય તેમણે વેપારીઓની સમસ્યા સાંભળવા માટે સીધો સંવાદ કાર્યક્રમ કરવો જોઈએ. પરંતુ તેઓ અભિમાની છે લોકોના અને જનતાના પ્રશ્નો સાંભળતા નથી જેથી આમ આદમી પાર્ટીએ છેક અહીં સુધી આવી લોકોના પ્રશ્નો સાંભળવાની ફરજ પડી છે. આમ વેપારી સંવાદ કાર્યક્રમમાં આવેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેની કામગીરી ઉપર નિશાન સાથે વિવિધ આક્ષેપો કર્યા હતા.