- આમળી ગામનો કોરોના પોઝિટિવ યુવકે હતાશામાં આવી આત્મહત્યાં કરી
- સારવાર માટે કોઈ સ્થળે બેડ ના મળતા આખરે ઘરમાં કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો
- હતાશામાં આવી ગયેલા યુવકે ઘરથી કોઈ ને કહ્યા વિના નીકળી જતા પરિજનો દોડતા થયા હતા
- ઉદવાડા ગંગાજી નજીકમાં રેલવે ટ્રેક ઉપર તેનો મૃતદેહ મળી આવ્યો હતો
વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામમાં માં રહેતા 35 વર્ષીય યુવાનને કોરોનાનો થયો હતો, જેથી તણાવમાં આવી તેણે પારડી રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આમલી ગામમાં ભેંશું ફળિયાના ગણેશ ભાઈ ઠાકોરભાઈ ઢોડિયા પટેલ બીમાર હતા, તેમજ તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી પારડી રેલવે સ્ટેશન નજીક આવેલી ગંગાજી નદીના પુલ પાસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તેઓ ભીમપોર દમણમાં હાઈલાઈટ કંપનીમાં કામ કરતા હતા. એમને સાત વર્ષની એક છોકરી છે. જોકે, તેઓએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે.
આ પણ વાંચોઃ ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા
યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ગણેશ પટેલને છેલ્લા ત્રણ દિવસથી શરદી અને તાવના લક્ષણો હોવાથી તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓએ સારવાર માટે પારડી અને વલસાડની અનેક ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી પણ પરિજનોને એક પણ બેડ ખાલી મલ્યો નહી. જેથી તેઓ નિરાશ થયા હતા.
કેટલાક તબીબોએ તેમને હોમ કોરેન્ટાઈન થવાની સલાહ આપતા ગણેશ ભાઈના સાસરી પક્ષ તરફથી તેમને પારડી નજીકમાં આવેલા ભેસલાપાડા નજીક આંબાવાડીમાં આવેલા મકાનમાં હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને કોઈને પણ કહ્યા વિના તેઓ ગાડી લઈને ચાલ્યા જતા પરિવાર જનોએ શોધખોળ શરુ કરી હતી, પણ તે મળી આવ્યાં ન હતા.