- 22 વર્ષીય યુવકે નદીમાં મોત ની છલાંગ લગાવી
- અતુલ હાઈવે ઉપર નદીના બ્રિજ ઉપરથી કૂદકો લગાવ્યો
- તરવૈયાઓ એ મૃતદેહને કલાકની જહેમત પછી શોધ્યો
વલસાડ :તાલુકાના અતુલ વાડી ફળિયા ખાતે રહેતો 22 વર્ષીય પ્રિન્સ નિલેશ પટેલ શનિવારે અતુલ હાઇવે ઉપર આવેલી પાર નદીના પુલ ઉપરથી અગમ્ય કારણોસર જંપલાવ્યું હતું. આ બાબતે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ કરી હતી.
Valsadમાં નદીના Bridge ઉપરથી યુવકની મોતની છલાંગ આ પણ વાંચો : ખેડામાં આત્મહત્યાની 2 ઘટનામાં 2ના મોત, 2 ગંભીર
નદીના પુલ ઉપર બનાવની જગ્યાએ પ્રાથમિક તપાસ હાથ ધરી
સ્થાનિક લોકોએ Valsad Rural Police અને ચંદ્રપુર ગામના તરવૈયાઓને જાણ કરી હતી. Valsad Rural Policeએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને નદીના પુલ ઉપર બનાવની જગ્યાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : નડીયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કોરોના દર્દીએ કરી આત્મહત્યા
Police ટીમે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી
પારડી ચંદ્રપુરના તરવૈયાઓની ટીમે નદીના પાણીમાં એક કલાકની જહેમત પછી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. Valsad Rural Policeની ટીમે મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. યુવકે મોત જેવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ પણ કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.