વલસાડ નજીક એક ગામમાં રહેતી એક પ્રતિષ્ઠ સમાજની યુવતી અને પારડી ખાતે રહેતો યુવાન બન્ને એક જ કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં બંને વચ્ચે પ્રેમ સબંધ હોવાથી તેઓ અવાર નવાર મળતા હતા. ત્યારે ગત તારીખ 21 નવેમ્બરના રોજ યુવતી તેના ઘરની કરિયાણાની દુકાન પર બેઠી હતી. ત્યારે ડિસ્પેન્સરી રોડ બરૂડિયાવાડમાં રહેતા નરેશે યુવતીને તેના પ્રેમી સાથે તિથલ ખાતે કઢંગી હાલતમાં જોઈ છે અને તમારા બંનેનો વીડિયો મારી મોબાઈલમાં મેં શૂટ કર્યું છે. ત્યાર બાદ બિભત્સ માગણી કરી વીડિયો તારા બધા મિત્રોને અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતા યુવતી ગભરાઈ ગઇ હતી. બાદમાં આ યુવાન ફોન પર ધમકીઓ આપી બીભત્સ માંગણી કરતો હતો.
વલસાડની યુવતીને બ્લેકમેઇલ કરતો યુવાન જેલ હવાલે - Valsad News updates
વલસાડ: કોલેજમાં અભ્યાસ કરતા યુવક યુવતીને તિથલ બીચ ખાતે ફોટો પાડી નરેશ નામના વ્યક્તિ દ્વારા યુવતીને ફોન પર ધમકી આપી બીભત્સ માગણી કરતા પોલીસે નરાધમ યુવાનને તેના ઘરેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની જાણ યુવતીએ તેના પ્રેમીને કરતા બંને કપલો ચિંતામાં મુકાયા હતા. જે બાદ યુવતીએ હવસખોર યુવાનની ધમકીથી ત્રાસી પરિવારને જાણ કરી હતી. બાદમાં તેમના પરિવારે અને યુવક યુવતીના મિત્રોએ વલસાડના DYSP સમક્ષ રજૂઆત કરતા વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મામલે યુવતીની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી. જે બાદ આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધનીય છે કે, અગાઉ પણ આ આરોપી ઘણા ગુનાઓમાં જેલની સજા ભોગવી ચુક્યો છે. ત્યારે વલસાડની પોલીસ નરાધમ સામે કડકમાં કડક સજા કરે એવી લોકોમાં માંગ ઉઠી હતી.