વલસાડઃ સમગ્ર ગુજરાતના હાલ 80 ટકા કરતા વધુ લોકો ખેતી કરી ગુજરાન ચલાવે છે અને ખેતી કરવા માટે તેઓ આજે પણ વર્ષો પરંપરાગત ઓજારોનો ઉપયોગ કરતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે, તેમ તેમ આ ઓજારોમાં કોઈ ફેરબેદલ કરવામાં આવ્યા નથી. વર્ષોથી ચાલી આવતા ઔજારો જ ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ મૂળ વડોદરા જિલ્લાના અને હાલ ધરમપુરમાં સ્થાઈ થયેલા યુવકે ખેડૂતોને વધુ શ્રમ ન પડે અને કામગીરીમાં આસાની રહે તેમજ નીંદણ હોય ખોદકામ હોય કે અન્ય ખેતીને લગતા કામમાં ઉપયોગી ઓજારો નિર્માણ કર્યા છે. આ ઔજારો ખેડૂતો માટે ખૂબ જ સવલત ભર્યા છે. અત્યાર સુધીમાં આ યુવાને 35 ઓજારોનું નિર્માણ કર્યું છે. આ કાર્યમાં ગ્રામીણ યુવકોને સાથે રાખીને રોજગારીની તક પણ આપી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર બીલપુડી ગામે એક નાનકડા ઘરમાં (ગ્રામોદય ઇકો વિલેજ)માં મિટ્ટીધનની શરૂઆત કરવામાં આવી હતી. જેનો પ્રારંભ હિરેન પંચાલે કર્યો હતો. જેઓ મૂળ વડોદરા જિલ્લાના રહીશ છે અને તેમને ડિપ્લોમા ઇન રૂરલ ટેકનોલોજીનો અભ્યાસ ક્રમ વિજ્ઞાન આશ્રમ પુણેથી પૂર્ણ કરીને નર્મદા જિલ્લામાં કાર્યરત થયા અને ત્યાં કેટલીક સંસ્થાઓ સાથે કામ કરતા તેમને પોતાના માટે પ્રથમ ખેતીનાં ઓજારો બનાવ્યા હતા.
હિરેન પંચાલે કેટલાક ઓજારો ખેડૂતોને આપ્યા હતા. જેમનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જે બાદ તેમને નક્કી કર્યું કે, તેઓ હવે ખેડૂતો માટે ઉપયોગી ઔજાર બનાવશે. હિરેન પંચાલે મિટ્ટીધન નામની એક નાનકડી સંસ્થા શરૂ કરી હતી. જેના દ્વારા 35 એવા ખેડૂતોને ઉપયોગી ઓજારો બનાવ્યા કે, અગાઉ જૂના ઔજાર કરતા તે ઉપયોગીતાના સરળ અને વધુ મહેનત કરવી પડતી નથી. નિંદામણ માટે પાવડા હોય પાંજેટી હોય કે, ત્રિકમ હોય કે દાતરડું દરેક માટે ખૂબ ઉપયોગી અને દરેકની વિશેષતા પણ ખૂબ અલગ અલગ છે. જૂના ઔજારમાં ખેડૂતોએ ખૂબ વાંકાં વળીને કામગીરી કરવી પડતી હતી, પણ વિજ્ઞાનની સહાય લઇ તેમને એવા ઔજારો નિર્મિત કર્યા છે કે, કામગીરીમાં ખેડૂતોને આસાની અને મહેનત કરવી પડતી નથી.
ઉલ્લેખનીય છે કે, મિટ્ટી ધન માત્ર ઓજાર બનાવાની સાથે સાથે ગ્રામીણ કક્ષાએ રહેતા યુવાનોને વેલડર, ફિટર, ટર્નર જેવા યુવાનોને રોજગારી પણ પુરી પાડી છે. અહીં કામ કરનારા યુવાનો સ્થાનિક કક્ષાના છે. બાળકોમાં ખેડૂતોના ગુણ કેળવાય તે માટે તેમને ખેતી કામમાં ઔજારોને નાનું સ્વરૂપ આપીને બાળકોને પણ આકર્ષે એવા ઓજારો બનાવ્યા છે. જેથી બાળક પણ ખેતી કેવી રીતે થાય અને કામગીરી કેવી રીતે કરવી કાયા ઓજાર ક્યાં ઉપયોગ થાય છે. તે તમામ જાણી શકે અને અનુભવી શકે એ માટે કામકડા બનાવ્યા છે, એ પણ ખૂબ ઉપયોગી છે.
આમ મૂળ વડોદરાના યુવાને ધરમપુરમાં શરૂ કરેલા મિટ્ટીધન સ્થાનિક રોજગારી ખેડૂતો માટે અત્યાધુનિક પદ્ધતિના ઔજાર અને બાળકો માટે કામકડા બનાવીને ખેતીમાં સરળતા પુરી પાડી રહ્યા છે. જે ખેડૂતોને પણ ઉપયોગી બની રહ્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા સાધનો સ્કૂલોમાં તેમજ અનેક ખેડૂતો ઓનાઇલ પણ ખરીદી કરી રહ્યા છે.