ભિલાડ રેલવે સ્ટેશન ખાતે મંગળવારે સાંજે સાડા સાત વાગ્યે આપઘાતની ઘટના બની હતી. ભરૂચથી મુંબઈ તરફ જતી ટ્રેનના સમયે ભિલાડ નજીક સરીગામ ઔદ્યોગિક એકમમાં નોકરી કરતા વિશ્વાસ બંગલ નામના યુવકે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી હતી.
ભિલાડ રેલવે સ્ટેશન પર યુવકે ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા - latest news of Bhilad railway station
વલસાડઃ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર એક યુવકે ટ્રેન નીચે આપઘાત કરતા ચકચાર મચી હતી. યુવકે મંગળવારે સાંજે મુંબઈ તરફ જતી ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી હતી. ત્યારબાદ હાજર મુસાફરોએ મૃતદેહને નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.
ભિલાડ રેલવે સ્ટેશન
મળતી વિગતો મુજબ, યુવક પોતાની બાઇક પર ભિલાડ રેલવે સ્ટેશને આવ્યો હતો. જ્યાં તેણે બાઇક પાર્ક કરી રેલવે ટ્રેક પર પોતાનું માથું રાખી સુઈ ગયો હતો. તે દરમિયાન મુંબઈ તરફ જતી ટ્રેનના તેના પરથી પસાર થતાં તેનું મોત થયું હતું.
આ ઘટના બાદ આપઘાત કરનાર યુવકના મૃતદેહને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો અને તેના સગા સંબંધીઓને જાણકારી આપી હતી. ત્યારબાદ મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.