ગુજરાત

gujarat

ETV Bharat / state

કપરડામાં અજાણી યુવતીએ જાહેરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ - યુવતીએ જાહેરમાં ઝેરી દવા પીધી

કપરાડા: વલસાડના કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે શાકમાર્કેટની પાછળના ભાગે આવેલા શૌચાલય નજીક એક અજાણી યુવતીએ શનિવારના સાંજે છ વાગ્યાની આસપાસ ઝેરી દવા પી લેતા તેની હાલત લથડી પડી હતી. યુવતીને તરફડતી હાલતમાં જોઈ આસપાસના લોકો શૌચાલય પાસે દોડી આવ્યા હતા અને 108ને આ બાબતે જાણ કરી હતી.

kaparda

By

Published : Jul 28, 2019, 2:48 PM IST

નાનાપોઢા ગ્રામપંચાયત નજીક આવેલા શાક માર્કેટની પાછળના ભાગે આવેલા જાહેર શૌચાલય નજીક એક અજાણી યુવતીએ શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ કોઈ ઝેરી પ્રવાહી પી લેતા તેની હાલત લથડી પડી હતી. ઝેરી પ્રવાહી પીધા બાદ તે જમીન પર પડીને તરફડિયા મારતી હતી ત્યારે આસપાસના શાકભાજી વાળા વેપારીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવતીને નાનાપોંઢા ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં મોકલી દેવામાં આવી હતી.

સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે, આ યુવતી એકાદ કલાક પહેલા શાકભાજી માર્કેટની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને રડતી જોવા મળી હતી, ત્યાર બાદ તેણે અચાનક જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લીધું હતું. જો કે આ યુવતી કયા ગામની હતી, અને શા માટે તેણે આત્મહત્યાનો યાસ કર્યો આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details