વલસાડઃ વિશ્વમાં જંગલો જે રીતે કપાઈ રહ્યા છે, તે પર્યાવરણ માટે ખૂબ ચિંતાનો વિષય છે. જંગલો કપાતા અનેક એવા વૃક્ષોની દુર્લભ જાતિ પણ લુપ્ત થવાને આરે છે. વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર અને વાંસદા રેન્જમાં એવા અનેક વૃક્ષો જૂજ પ્રમાણમાં બચ્યા છે. જેની માવજત ન થયા તો તે નામશેષ થઈ જશે. આવા વૃક્ષોને બચાવવા માટે ધરમપુર રેન્જના તમામ અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી લુપ્ત થતી જતી ઓને શોધીને 19 જેટલી જાતિના વૃક્ષો બહુ જૂજ પ્રમાણમાં મળી આવતા વૃક્ષોના છોડ બનાવી ઉછેર માટે નર્સરી શરૂ કરી છે. જેમાં 20,000 જેટલા દુર્લભ વૃક્ષના છોડ ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેથી લુપ્ત થતા જતા આવા 19 વૃક્ષોને બચાવી શકાય.
વલસાડ જિલ્લા જંગલ વિભાગ દ્વારા લુપ્ત થતા જતા 19 જેટલા વૃક્ષોને બચાવવાનું અનોખું અભિયાન વલસાડ જિલ્લાના જંગલોમાં અનેક વન ઔષધિઓ અને વૃક્ષોની દુર્લભ પ્રજાતિ આવેલી છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતના જંગલોમાં કેટલાક એવા દુર્લભ વૃક્ષો હતા. જે ધીરે ધીરે લુપ્ત થવાને આરે છે. ત્યારે આવા વૃક્ષોને શોધી તેના બીજ એકત્ર કરી આવા વૃક્ષોનો ફરીથી ઉછેર કરવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. જો કે, આ બાબતે કોઈ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ વલસાડ જંગલ ખાતા દ્વારા લુપ્ત થતી જાતો માટે DCFB સૂચિન્દ્રા, અને તેમના કર્મચારીઓ દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે ધરમપુરના જંગલોમાં એક સર્વે કરવામાં આવ્યો છે.
વૃક્ષોના બીજ એકત્રિકરણ કરીને તેને ફરીથી તેના છોડ ઉછેરીને આ વૃક્ષોની જાતને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં વિલુપ્ત થતી 19 જેટલી જાતોના કેટલાક દુર્લભ વૃક્ષો મળી આવ્યા જેમાં ધરમપુરના ગુંદિયા ખપાટીયા પંગારબારી નજીક આવા એકલ દોકલ વૃક્ષો જંગલ ખાતાના સર્વેમાં મળી આવ્યા હતા. જે બાદ આવા વૃક્ષોના બીજ એકત્રિકરણ કરીને તેને ફરીથી તેના છોડ ઉછેરીને આ વૃક્ષોની જાતને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
20,000 જેટલા દુર્લભ વૃક્ષના છોડ ઉછેર કરવામાં આવી રહ્યો છે સમગ્ર બાબતે જાણકારી આપતા ACF ઝાલાએ જણાવ્યું કે, જિલ્લામાં એવા જંગલોના વૃક્ષો છે, જે લુપ્ત થવા જઈ રહ્યા છે. એમાં પણ કાયરીની વેલ(જંગલી આંબલી) અને બોઠી જેવા વૃક્ષો ઝડપથી ઉગતા નથી. આવી પ્રજાતિને વિશેષ પદ્ધતિથી ઉછેરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધરમપુરની વિવિધ નર્સરીમાં આવા દુર્લભ વૃક્ષનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
વૃક્ષોને બચાવવા માટે ધરમપુર રેન્જના તમામ અધિકારીઓ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી લુપ્ત થતા વૃક્ષોની યાદી આ મુજબ છે
- બોથી
- ખડશીંગ
- કવીશા
- પંગારો
- કરમલ
- સફેદ પાઘળ
- પીળો ખાખરો
- મેઢાશીંગ
- નાની ચમોલી
- મોટી ચામોલી
- રંગત રોહિણી
- ચંડીયો
- કંપીલો
- દવલો
- કુંભ
- હૂંભ
- પરસ
- કાયલી (જંગલી આંબલી)
- સામર (પીળા ફૂલ)
મહત્વનું છે કે, વલસાડ જિલ્લાના ધરમપુર રેન્જમાં આવેલા તમામ કર્મચારી અને અધિકારીઓ અંગત રસ દાખવીને સંશોધન અને ઉછેર કરવા લુપ્ત થતી જાતોનો સર્વે કરી રહ્યા છે. તેના માટે નાનાપોઢાના એક બોટનીક પ્રોફેસરનો પણ સંપર્ક કરી તેમની પણ મદદ લેવામાં આવી છે. જે જંગલને બચાવવા તરફનું એક મહત્વનું પગલું કહી શકાય, કદાચ ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની કામગીરીને વેગ મળી રહ્યો છે. જેથી લુપ્ત થતા ઝાડ, વૃક્ષો, વનસ્પતિઓ અને ઔષધિઓને ઓળખીને તેને બચાવવા માટે બીજ એક્ત્રીકરણ અને ફરીથી તેના ઉછેરની કામગીરી કરવામાં આવી રહી છે.
આ તમામ કામગીરીમાં વલસાડ જિલ્લાના DCFB સૂચિન્દ્રાના માર્ગદર્શનમાં ACF ઝાલા તેમજ RFO હિરેન પટેલ તેમજ કર્મચારીઓ અંગત રસ દાખવી સમગ્ર કામગીરી કરી રહ્યા છે, અને 19 જેટલી જાતોને બચાવવામાં સફળતા મળી છે.