વલસાડઃ જિલ્લામાં આવેલ પારડી વાપી સરીગામ ઉમરગામ ભીલાડ જેવા વિસ્તારમાં અનેક શ્રમિકો GIDCમાં કામ અર્થે આવ્યા હતા. જેઓ લોકડાઉનમાં ફસાઈ જતા તેમના પાસે અહીં ભાડું તો ઠીક રોજગારી પણ છીનવાઈ જતા તેઓની સ્થિતિ ગંભીર બની હતી. સરકારે આવા શ્રમિકો જે પોતાનાં વતન મોકલવા માટે વિશેષ ટ્રેન વ્યવસ્થા ઉભી કરી હતી, જે પૈકી રવિવારે વાપી રેલવે સ્ટેશનેથી એક વિશેષ ટ્રેન જોનપુર માટે રવાના થઈ હતી. જેમાં વતન જવા માટે 40થી વધુ બસોમાં ભરાઈને શ્રમિકો રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા હતા.
1200થી વધુ શ્રમિકોને લઈને વાપીથી એક ટ્રેન UP જવા રવાના - લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકો
લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને પરત વતન જવા માટે સરકાર દ્વારા વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને અનુલક્ષી રવિવારના રોજ વલસાડના વાપી રેલવે સ્ટેશનેથી એક ટ્રેન 1200 જેટલા મુસાફરોને લઈને જૌનપુર માટે રવાના થઈ છે, જોકે સવારે વલસાડમાં કોંગ્રેસ કાર્યકરો સાથે વિવાદ થતા વાપી સ્ટેશને સાંજે એક પણ રાજકીય અગ્રણીઓને પ્રવેશ અપાયો નહીં.
1200થી વધુ શ્રમિકોને લઈને વલસાડ જિલ્લાના વાપીથી એક ટ્રેન જોનપુર રવાના
વલસાડ જિલ્લામાંથી આગામી દિવસમાં પણ વધુ ટ્રેનો શ્રમિકો માટે દોડાવવામાં આવશે તેવુ વહીવટી તંત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે.