વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના મળીને 6 ઓગસ્ટના 50 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે ત્રણેય વિસ્તારના મળી કુલ 70 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી હતી. જો કે, વલસાડ જિલ્લામાં મોતની ઘટના યથાવત રહી હતી. જેમાં ગુરુવારે વધુ 3 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા હતા.
વલસાડ-દમણ-સેલવાસમાં કોરોનાના કુલ 50 પોઝિટિવ કેસ નોંધાયા, 70 દર્દીઓ સ્વસ્થ થયા
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ અને દાદરા નગર હવેલી અને દમણના મળી 6 ઓગસ્ટના રોજ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે વલસાડમાં 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જિલ્લામાં આ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 718 પર પહોંચી છે.
વલસાડ જિલ્લામાં 3 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નિપજ્યા હતાં. તો, 39 દર્દીઓ કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થયા હતાં. જ્યારે 14 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જિલ્લામાં આ સાથે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 718 પર પહોંચી છે.
જેમાંથી 487 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે 151 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જિલ્લામાં ગુરુવારે સ્વસ્થ થનારા દર્દીઓમાં વલસાડ તાલુકાના 16, વાપી તાલુકાના 15, પારડી તાલુકાના 2 અને ધરમપુર-કપરાડા તાલુકાના 1-1 દર્દીનો સમાવેશ થાય છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 83 લોકો મૃત્યુને ભેટ્યા છે. ગુરુવારે વધુ ત્રણ દર્દીઓ જેમાં વલસાડ ઘડોઈના 70 વર્ષીય પુરુષ, ઉમરગામના પાલી કરમબેલીના 46 વર્ષીય પુરુષ, ડુંગરી ફળિયા વાપીના 35 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જેમનો ડેથ ઓડીટ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં ગુરુવારે 25 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 13 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દાદરા નગર હવેલીમાં કુલ 614 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 444 સ્વસ્થ થયા છે. 170 સારવાર હેઠળ છે. 15 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 203 કન્ટેનમેન્ટ ઝોન છે.
દમણમાં ગુરુવારે 11 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. સામે 18 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. દમણમાં કુલ 677 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 483 દર્દીઓ સ્વસ્થ થયા છે. 194 સારવાર હેઠળ છે. દમણમાં નવા 3 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 101 કન્ટેનમેન્ટ ઝોન છે.