વલસાડઃ પારડી તાલુકાના અંબાચ ગામે આમલી ફળિયામાં શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા અનેક સામાજીક કાર્યો કરવામાં આવે છે. આ સાથે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના દ્વારા શીરડી ખાતે પદયાત્રા કરીને બાબાના દર્શન કરવા જાય છે. સ્થાનિક યુવકોએ છેલ્લા સાતથી આઠ વર્ષથી અહીં બાબાનું મંદિર બને એ માટે તૈયારીઓ કરી રહ્યા હતા.
સાંઈ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન લોકોના દાન અને આર્થિક સહયોગ બાદ હાલ આ સાંઈ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. આ મંદિરમાં ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સોમવારે કરવામાં આવ્યો હતો.
સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન મંગળવારે દ્વિતીય દિવસે અંબાજી આમલી ફળિયાથી સાંઈબાબાની પ્રતિમા સાથે એક નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આ કાર્યક્રમમાં બાઈક, કાર અને ડીજેના તાલ સાથે નીકળેલી આ નગરયાત્રા આમલી ફળિયા, પટેલ ફળિયા, વાઘસર ફળીયા થઈને અંબાચ ચાર રસ્તા સુધી પહોંચી હતી. જે બાદ આ નગરયાત્રા પરત આમલી ફળિયા સહાય મંદિરેથી નીકળેલી આ યાત્રામાં આસપાસના ગામોના ભાવિક ભકતો મોટી સંખ્યામાં ડીજેના તાલ પર ઝૂમ્યા હતા.
સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ત્રણ દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બપોરના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ભાવિક ભકતો જોડાયા હતા
સાંઈ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ઉલ્લેખનીય છે કે, યુવક મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલા મુજબ શિરડીમાં સાંઈબાબાની જે રીતની પ્રતિમા છે, એ જ રીતની પ્રતિમા અંબાચના આમલી ફળિયામાં પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ કારણે સાંઈ ભકતોમાં આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.