- એક લાખથી વધુની કિંમતનો દારૂ જામનગર લઈ જવામાં આવી રહ્યો હતો
- બગવાડા ટોલનાકા પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પાતળિયા સુધી એક કારનો પીછો કર્યો
- કાર ચાલક પ્રાથમિક તપાસમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મી નીકળ્યો
- વલસાડ LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમને કાર ચાલકે દોડાવ્યા
વલસાડ: LCB ની ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે બગવાડા નજીક રેનોલ્ટ શોરૂમ (Renault Showroom) સામે હાઇવે પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ખેપિયો કારને પુરપાટ ઝડપે હંકારી ગયો હતો. પોલીસે પણ ફિલ્મી ઢબે પીછો કરતા કારચાલક (driver) ઉદવાડાથી કલસર બે માઇલ થઈ પરત પાટીયા જવાના માર્ગ ઉપર કાર હંકારી હતી પરંતુ કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ અને તે કારમાંથી ભાગવા જાય તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
વલસાડમાં બરતરફ થયેલો પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો આ પણ વાંચો: મોમાઈમોરા નજીક કારમાંથી 1.12 લાખની કિંમતનો દારૂ ઝડપાયો
કારમાંથી 1,96,800 નો મુદ્દામાલ મળી આવ્યો
પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યા બાદ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી અને તે કારમાંથી નીકળીને ભાગવા જાય તે પૂર્વે જ પોલીસે કોર્ડન કરી તેને પકડી લીધો હતો. જે બાદ કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ (liquor) ની બોટલ નંગ 5252, જેની કિંમત રૂપિયા 1,96,800 તેમજ પાંચ લાખ રૂપિયાની કાર કબજે લઇ પોલીસે ખેપિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડમાં બરતરફ થયેલો પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો આ પણ વાંચો:નવસારીનો પોલીસ કોન્ટસ્ટેબલ દારૂ સાથે ઝડપાયો
દસ વર્ષ અગાઉ પોલીસ ખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો
પોલીસે કારચાલકની પ્રાથમિક પૂછપરછ (Preliminary inquiries) કરતાં તે દિગ્વિજયસિંહ બચુભા જાડેજા સામે આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન ઝડપાયેલો ખેપીયો આઠથી દસ વર્ષ પહેલા પોલીસખાતામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો. જે પ્રાથમિક પૂછપરછમાં બહાર આવતા પારડી પોલીસ મથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વલસાડમાં બરતરફ થયેલો પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો આ અગાઉ પણ નવસારી ખાતે દારૂની ખેપમાં તે ઝડપાઈ ચુક્યો છે
આ અગાઉ પણ નવસારી ખાતે દારૂ (liquor) લઇ જતા ઝડપાઇ જતાં તેને સબ જેલ (Sub Jail) માં મોકલવામાં આવ્યો હતો. ત્યાં દમણના દિલીપ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી અને જેલમાં થયેલી મુલાકાત મિત્રતાને લઈને ફોન કરી દમણના દિલીપ પાસેથી દારૂ (liquor) લઇ તે જામનગર ખાતે છૂટક વેચાણ કરતો હોવાનો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ તો પોલીસે તેની સામે પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ સસ્પેન્ડેડ પોલીસ કર્મી દમણથી જામનગર સુધી કારમાં દારૂ (liquor) ની ખેપ કરવા જતાં પોલીસના હાથે ઝડપાઇ જતાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.