ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં તારીખ 14 થી 16 નવેમ્બર 2019 દરમિયાન સ્ટેમ્પ ફોર ગર્લ 2019 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ ગ્રામીણ કક્ષાએ રહેલી મહિલાઓમાં તબીબી ક્ષેત્રે અને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધી શકે તે માટેનો હતો. જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓ તેમજ અન્ય ખાનગી શાળાઓના 371 જેટલી વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ નું આયોજન કોવેસ્ત્રો, ચંદ્રમોહન ફાઉન્ડેશન જી 2 જી ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ના કેટલાક પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. જેમાં અનેક પ્રયોગો વિદ્યાર્થીનીઓએ કર્યા હતા.
ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં સ્ટેમ ફોર ગર્લ કાર્યક્રમનું આયોજન કરાયું - સ્ટેમ ફોર ગર્લ કાર્યક્રમ
વલસાડ : ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં ત્રણ દિવસીય સ્ટેમ્પ ફોર ગર્લ 2019 ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૮ ,૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ કક્ષાની બાળાઓ તબીબી અને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે દર વર્ષે આ કાર્યક્રમ યોજાય છે. કાર્યક્રમમાં અંદાજે 371 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
etv bharat valsad
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે, આ કાર્યક્રમમાં તેમને કેમેસ્ટ્રી બાયોલોજી અને ફિઝિક્સના વિવિધ સ્વરૂપોની જાણકારી મળી છે. તેમજ આવા કાર્યક્રમો માત્ર વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે છે. તે ખુબ મહત્વનુ છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ કેળવી આગળ વધી શકે.